________________
( ૩૭ ) (ઈ. પૂ. ર૭ર-ર૩ર) જૈનધર્મ સાથે જે સંબંધ હતું તે વિષેનાં પ્રમાણે વિષે કશે વિવાદ નથી. અશેક મહાપ્રતાપી રાજા હતા, દીર્ઘદર્શ હતે. પિતાના વિશાલ રાજ્યમાં ધાર્મિક અને નૈતિક જીવનની ઉન્નતિ થાય એટલા માટે એણે અનેક પ્રયત્ન કર્યા. એટલા માટે પોતાના રાજ્યના સર્વ સમ્પ્રદાયને એણે ઉદારભાવે સહાયતા કરી. પિતાના જીવનના ઉત્તરકાળમાં એણે બદ્ધધર્મ સ્વીકાર્યો અને એના રક્ષક તરીકેનાં ઘણાં ચિહ એ૭ મૂકી ગયે છે; પણ જેનો માને છે કે પહેલાં એ જૈનધર્મ પાળતા. બૌદ્ધધર્મ ઉપર પિતાને સનેહ હોવા છતાંયે, વિવિધ સમ્પ્રદાયને સમાનભાવે પોષણ આપવાનું એણે છોડી દીધું નહોતું. પ્રત્યેક સમ્પ્રદાય ઉપર દષ્ટિ રાખવા માટે ખાસ અધિકારીઓની યોજના કરી હતી. પોતાના ધમમામાતાને આજ્ઞાઓ આપવા માટે એણે શિલાલેખમાં જે શાસન કરાવ્યાં છે, તેમાંના ૭ મામાં એણે જેનો વિષે પણ ઉલ્લેખ કર્યો છે, અને એમને વિષે લિપિબદ્ધ ઉલ્લેખ એ પ્રથમ જ છે. લેખમાં એ આમ સૂચવે છે –
સેવાન પિ પિચ ના આમ ઈચછે છે-મારા ધમ્મમહામાતા અનેક પ્રકારનાં દયાધર્મનાં કર્મ આચરે તેમજ જેઓ સંન્યસ્ત ધર્મ પાળે છે તથા ગૃહસ્થ ધર્મ પાળે છે તેમના તરફ સમદષ્ટિએ જુએ, અને વળી વિવિધ સમ્પ્રદાય તરફ પણ સમદષ્ટિએ જુએ. મેં આજ્ઞા કરી છે કે તેઓ (ૌદ્ધ) સંઘની વ્યવસ્થા ઉપર દષ્ટિ રાખે; તેમજ મેં આજ્ઞા કરી છે કે બ્રાહ્મણે અને આજીવિકા ઉપર પણ દષ્ટિ રાખે; મેં એવી પણ આજ્ઞા કરી છે કે નિગ (જેનો ) ઉપર પણ દૃષ્ટિ રાખે; મેં એવી આજ્ઞા કરી છે કે વિવિધ સમ્પ્રદાયે ઉપર દષ્ટિ રાખે.”
ત્યારપછી શાસનમાં આગળ ચાલતાં એ ધર્મિષ્ટ મહારાજા પિતાની પ્રજાને માતાપિતા તથા વડીલે પ્રત્યે આદરભાવ રાખવાની તથા બ્રાહ્મણ અને શ્રમણ, દુઃખી અને દરિદ્રી પ્રત્યે દયાભાવ રાખવાની સૂચના કરે છે, અને દયાભાવનાં, દાનનાં, સત્યનાં, શુદ્ધિનાં, મૃદુતાનાં અને ધાર્મિકતાનાં કર્મ આચરવાની તેમને આજ્ઞા કરે છે, અને જીવહિંસાના નિષેધની આજ્ઞાનું સ્મરણ કરાવે છે.