________________
(૪૭) ચામડું વાપરવું એ પાપ છે, તેથી ચામડાના જોડા પહેરવા સારા નથી એમ માનતે. બીજે એક સ્થળે, નગ્ન રહેવાની એ પ્રશંસા કરે છે અને કહે છે કે “ ગ્રીષ્મ એ જ તારે માટે સંપૂર્ણ વસ્ત્ર છે. “ભીખારીને દિરમ (Dirhem) દેવે તેના કરતાં માખીને જીવન દેવું સારું છે.’ એમ એ કહેતે, તે જ દેખાડી આપે છે કે અહિંસા ધર્મને કેવે તીવ્રભાવે એ માનતે.”
નગ્નતા, જીવરક્ષણ, અન્નાહાર અને વળી મધને ત્યાગ વગેરે વિષ ઉપરનો એને જે પક્ષપાત તે દેખાડી આપે છે કે એના વિચાર ઉપર જૈનધર્મની, ખાસ કરીને દિગમ્બર સમ્પ્રદાયની અસર હતી. અબુ-લ-અલા પિતાના જીવનને માટે ભાગ બગદાદમાં રહેલો, એ નગર વેપારનું કેન્દ્ર હતું, જૈન વેપારીઓ ત્યાં ગયા હોય, તેમની સાથે કવિને સંબંધ બંધાયો હોય એ બધી વાતે સંભવિત છે. એનાં લખાણે ઉપરથી જણાઈ આવે છે કે એને અનેક ભારત ધર્મમન્તનું જ્ઞાન હતું. ભારતના સાધુઓ નખ ઉતારતા નથી એ વાતને એણે ઉલ્લેખ કર્યો છે. શબદાહની પદ્ધતિની એ પ્રશંસા કરે છે ને લખે છે કે “જુઓ, ભારતવાસી પિતાનાં શબને કેવાં બાળે છે; બધી ઉપાધિઓ કરતાં એ સારું છે, મને જે બાળે તે રીતે છેતરી ખાતાં તરસથી ( yena ) અને વળી દુર્વ્યવહારથી અને અપવિત્રતાથી બચી જાઉં. શબની ઉપર કપુર વગેરે જે સુગંધિત પદાર્થો નાખે છે, તે સૌ કરતાં અગ્નિ સારે છે.” ભારતના સાધુએ ચિતાની અગ્નિજવાળામાં પડતું મૂકતા એ વાતથી અબુ-ત્ર- અલા બહુ વિસ્મય પામેલે. મૃત્યુ પામવાના આ માર્ગને જૈનો બેશક ધમહીન “પ્રમત્ત ત૫” માને છે, પણ બીજી રીતે એટલે કે ઉપવાસ કરી મૃત્યુ પામવાની પ્રણાલીને પ્રશસ્ત ગણે છે. બની શકે તે આહારને કેવળ ત્યાગ કરે એવા અબુ-લું–અલાના વચન ઉપરથી એવા પણ અનુમાન ઉપર આવી શકાય કે એને “સંલેખના વિષે ( પૃ. ૪૩૬ ) પણ જ્ઞાન હતું, પણ એ વ્રત એ પિતે પાળી શકે એ એને આત્મા સબળ નહોતે. આ બધા ઉપરથી એમ લાગે છે કે અબુ-લૂઅલા જૈનોના સંબંધમાં આવ્યું હતું અને તેમના કેટલાક ધામિક