________________
ધાર્મિક પ્રદેશમાં મુસલમાન જૈનધર્મ ઉપર કંઈક મહત્વની અસર કરી છે. મૂર્તિપૂજાની વિરૂદ્ધ લંકાશાએ જે વિરોધ જગાવ્યું અને તેવી જ રીતે મૂર્તિપૂજાને વિરોધ કરનાર કેટલાક સમ્પ્રદાય વૈષ્ણવધર્મમાં પણ જાગ્યા એ મુસલમાનધર્મની પરોક્ષ છાયા જ હતી. બીજી બાજુએથી હિન્દી મુસલમાન ઉપર જૈનધર્મની અસર પણ જણાઈ આવે છે, કારણ કે હિન્દી મુસલમાને એ-ખાસ કરીને ભારતના આર્યધર્મોમાંથી થઈ ગયેલા મુસલમાનેએ—એ આર્યધર્મેના ઘણુ સિદ્ધાન્તને ને રીતરિવાજોને સ્વીકારી લીધા છે. આ ઐતિહાસિક વિષયનું સંશોધન મુસલમાનધર્મના સંશોધકને બહુ રસિક થઈ પડે એવું છે.
જૈનધર્મની અસર મુસલમાનધર્મ ઉપર એથીએ મેટા વિસ્તૃત પ્રદેશ ઉપર પડી હોય એમ લાગે છે. A. Further. V.
Kremer એક નાના નિબંધમાં લખે છે કે આરબી કવિ અને ફિલસુફ અબુ–૧–અલા ( Alu-l-la, ૯૭૩–૧૦૫૮ ), જે નુમાનમાં ( Numan ) આવેલા પોતાના પિતૃનગર મારામાં ( Marut ) સામાન્ય રીતે અબુ–-અલા અલ-મારીના ( al. Maari ) નામથી ઓળખાતે, તેણે જેના પ્રભાવને બળે પિતાના નૈતિક સિદ્ધાન્ત ઘી કાઢયા છે. આ માણસના આચાર વિચાર કેવળ અ-મુસલમાન હતા અને તેનું વર્ણન કેમર આ પ્રમાણે કરે છે–“અબુ-લૂ-અલા કેવળ અન્નાહાર જ કરતે; અને વળી દૂધ પણ નહેાતે ખાતે, કારણ કે બચ્ચાંના ભાગનું દૂધ માતાના સ્તનમાંથી ખેંચી લેવું અને એ પાપ માનતે; વળી બની શકતું ત્યાં સુધી તે આહાર વિના જ એ ચલાવતે. મધને પણ એણે ત્યાગ કર્યો હતો, કારણ કે જે મધમાખીઓએ એટલી ખંતથી જે મધને સંગ્રહ કર્યો છે, તેમની પાસેથી તે મધ લુંટી લેવું એ અન્યાય છે એમ એ માનતે. તે જ કારણે એ ઈંડા પણ ખાતે નહિ. આહારમાં ને વસમાં એ સંન્યાસી જે જ રહેતું. મારાં વસ્ત્ર સુતરનાં છે, તે લીલાં કે પીળાં કે રાતાં નથી અને બીજા સિા માણસે જેને ત્યાગ કરે એ મારે આહાર છે. પગે માત્ર લાકડાની પાવડીઓ જ પહેરતે, કારણ કે પશુને મારવું ને તેનું