________________
. (૪૫૫) હિન્દુ અને જૈન ધર્મના સિદ્ધાન્ત વચ્ચે બહુ ફેર છે. જેનો વેદને માનતા નથી, સ્મૃતિગ્રન્થને અને બ્રાહ્મણોના ઈતર પ્રમાણભૂત ગ્રન્થને પ્રમાણભૂત માનતા નથી, પણ જૈનધર્મ અને હિન્દુ ધર્મ વચ્ચે મહત્ત્વને ભેદ તે એ છે કે જૈનસંઘને સંગઠિત રાખી શકે એવા અમુક સ્પષ્ટ ધામિક સર્વે અને પ્રણાલિકાઓ જૈનધર્મમાં છે; હિન્દુધર્મમાં એના સર્વે અનુયાયીઓને એક બંધને બાંધી રાખે એવાં કશાં સર્વમાન્ય ધર્મત નથી, અને વળી એ ધર્મમાં પરસ્પરવિધી અનેક સિદ્ધાન્ત છે અને તે સર્વે પિતે સાચા હવાને દાવો કરે છે. સિદ્ધાન્તની આ વિવિધતા એટલી તે વિચિત્ર છે કે હિન્દુઓના સિદ્ધાન્ત વિષે, ખાસ કરીને સંસ્કારી જન જેને વિષે ચર્ચા કરી શકે એવા સિદ્ધાન્ત વિષે, સ્વાભાવિક રીતે અભિપ્રાય આપતાં સંકેચ થાય. એમાંના કેટલાંક સિદ્ધાતોની રૂપરેખા દેરવાનો પ્રયત્ન મેં મારા Hinduismus નામના ગ્રન્થમાં કર્યો છે, તે સિદ્ધાન્તની તુલના જૈનસિદ્ધાન્ત સાથે કરીએ તે આ ભેદ સ્પષ્ટ તરી આવશેઃ ઘણાખરા હિન્દુઓ સુષ્ટા અને નિયન્તા ઈશ્વરને માને છે, જેને માનતા નથી; હિન્દુઓ જુગ જુગે જગતની સૃષ્ટિ અને પ્રલય માને છે, જેને અનાદિ અનન્ત માને છે; હિન્દુઓ માને છે કે શુદ્ધ સનાતન ધર્મ દેવોએ (ઈશ્વરની પ્રેરણાથી બ્રહ્માએ મર્યલેકમાં) પ્રકટ કર્યો, જેનો માને છે કે મહાપુરુષોએ-તીર્થકરેએ પતે પ્રકટ કર્યો ને પ્રસાર્યો; હિન્દુઓ માને છે કે દેવ મોક્ષ પામી શકે, જેને માને છે કે એમ થઈ શકે નહિ, એ તો માત્ર માનવીને જ અધિકાર છે અને તેથી તેમને મોક્ષ પામવાની ઈચ્છા થાય તે એમણે પૃથ્વી ઉપર મનુષ્યપણે અવતાર લેવું જોઈએ ને તપ કરવું જોઈએ; હિન્દુઓ કર્મને અષ્ટ સત્તા માને છે, જેનો એને પુદ્ગલનાં સૂક્ષ્મ તત્ત્વ માને છે ને તે જીવને વળગે છે એમ માને છે; હિન્દુઓ માને છે કે ભક્તજન ઈશ્વરની ભક્તિ કરે તેને પરિણામે તેની કૃપાથી સુખ મળે છે, જૈનો માને છે કે પિતાનાં જ કરેલાં સતત કર્મથી સુખદુઃખ મળે છે, ઘણાખરા હિન્દુઓ માને છે કે નિર્વાણ બધા ય પામી શકે, જેને ભવ્ય અને અભવ્ય વચ્ચે ભેદ કરે છે પૃ ૧૯૪); ઘણાખરા