________________
મોટે ભાગે મનુસ્મૃતિએ આપેલા વિધિઓને મળતા છે, એ લખે છે કે –“જૈનોએ અનેક વિધિઓ બ્રાહ્મણ સમૃતિઓમાંથી લીધા છે. જે બ્રાહ્મણ આપત્કાળે વૈશ્યજીવન પાળતું હોય તેને માટે બ્રાહ્મણ સ્મૃતિમાં જે વ્યવસાય નિષિદ્ધ ગણ્યા છે, તે જ વ્યવસાય શ્રાવકને માટે પણ નિષિદ્ધ ગણાયાં છે. ૨ ” અને ત્યારપછી તે લેખક મનુસ્મૃતિ અને જૈન ધર્મના ગ્રન્થ વચ્ચે બીજી કેટલીક સમાનતા બતાવે છે. મદ્યમાંસને ઉપયોગ નહિ કરનારા હિંદુઓમાં જેવા સામાજિક અને ધાર્મિક રીતરિવાજે છે તેવા જ જેનોમાં પણ છે. જુદા એટલે અંશે પડે છે કે અહિંસાના સિદ્ધાન્તને જેને બહુ તીવ્રભાવે પાળે છે ને તેથી અંધારું થયા પછી વાળુ કરતા નથી વગેરે. ધાર્મિક દષ્ટિએ જોઈએ તે એ બેમાં મહત્ત્વને ફેર એ છે કે પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું માહાસ્ય જેનો માનતા નથી, હિન્દુઓ પિતાના સાધુ (સંન્યાસી)ને દાટે છે એમ જેનો દાટતા નથી પણ બાળે છે, તેઓ પશુયજ્ઞ કરતા નથી, તેઓમાં સતી થવાને રિવાજ નહોતું. આ બધા સામાજિક અને ધાર્મિક તફાવત પ્રમાણમાં નજીવા છે અને એ ધર્મમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જુનામાં જુના વિચારના હિન્દુને પણ તેમના પવિત્રતાના વિચારોની આડે આવતી નથી. એટલા માટે આજે હિન્દુઓ જેનોને માટે ભાગે બીજા ધર્મના અનુયાયી ગણતા નથી, પણ હિન્દુધર્મના જ અનુયાયી માને છે. પુ. ૩૩૦ ઉપર જણાવ્યું જ છે કે ઘણું યે જગ્યાએ વૈષ્ણવે અને હિન્દુઓ એક જ નાતના હોય છે. જેને પણ હિન્દુઓને બીજા ધર્મના માનતા નથી, ઘણું યે જેનો વસતિપત્રકમાં પિતાને હિન્દુ જણાવે (લખાવે) છે, હિન્દુ દેવની પૂજા કરે છે, હિન્દુ પર્વ પાળે છે (પૃ. ૪૪૫) અને પિતાનાં મન્દિરોમાં હિન્દુ બ્રાહ્મણે પાસે પૂજા કરાવે છે. (પૃ. ૩૨૮). સામાન્ય હિન્દુ ધર્મ તરફ જૈનોનું પ્રયાણ છેલ્લા સૈકામાં એટલે સુધી થયું છે કે જો એમ ને એમ જ ચાલ્યું જશે તે જૈનધર્મ હિન્દુધર્મમાં પુરેપુરે ગળી જશે એ સંભવ છે. સંસ્કારી જૈનો આ ભય સમજી ગયા છે, તેથી હિન્દુ અને જૈનોમાં જે તફાવત (જેમકે, વારસાના નિયમ) છે તેને તે વળગી રહ્યા છે, અને જૈનોમાં જે વિશેષતા છે તેને પકડી રાખવાનો આગ્રહ રાખે છે.