________________
(
૫)
પામેલા જીવના આધ્યાત્મિક સ્વભાવનું અસ્તિત્વ જે સ્વીકારે નહિ તે નાસ્તિક ગણાય. આ દષ્ટિએ જોતાં જૈનધર્મ ખરે જ નિરીશ્વરવાદી નથી; જેનો પિતાને અમુક અપેક્ષાએ ઈશ્વરવાદી પણ માને છે ને તેમ માનવાને તેમને દા સાચે છે, કારણ કે જીવના ( જો કે નિર્વાણ પામતાં જ પ્રકટ થવાના ) પવિત્ર અને શુદ્ધ સ્વભાવને તેઓ માને છે અને તીર્થકરે જેવા નિર્વાણ પામેલા પુરૂષને પિતાના નેતા અને દેવરૂપે પૂજે છે.
જૈનધર્મ અને ભારતના ઇતરધર્મ. ઇતિહાસની તેમજ કલેવરની દષ્ટિએ જેનધર્મમાં ભારતધર્મનાં સૈ લાક્ષણિક અંગ છે. હિન્દુ અને બદ્ધધર્મની પેઠે તે પણ કર્મના, પુનર્જન્મના અને મુક્તિના સિદ્ધાન્તને પિતાના ધર્મના મુખ્ય બિન્દુસ્વરૂપ માને છે; નરક-સ્વર્ગ અને મર્ય– લેક વિષેનાં વર્ણન, જગતના ઇતિહાસમાં પ્રવર્તતા કાળની ગણના અને ધર્મના સંસ્થાપકોના યથાનિયમે જન્મ વિષેની હકીકત પણ જૈન ધર્મમાં પેલા બે ધર્મને મળતી છે. એ ધર્મમાં સામાજિક તેમજ ધાર્મિક જીવનનાં સ્વરૂપ પણ તે બે ધર્મનાં જેવાં છે. આ વાતે છેક સ્વાભાવિક છે, કારણ કે હિંદુ, બદ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ એક જ મૂળમાંથી નીકળ્યા છે, સકાઓ સુધી સાથે જ ખીલ્યા છે અને એમણે એકમેક ઉપર તીવ્ર છાપ પાડી છે.
જૈન અને હિન્દુધર્મ. જૈનધર્મ અને હિન્દુધર્મ વચ્ચે સામ્ય તે પુષ્કળ જ છે. સામાજિક અને ધાર્મિક જીવનમાં (અને હિન્દુઓમાં એ તે મુખ્ય વાત છે) આજે જૈન હિન્દુથી થોડે જ અંશે જુદે છે. સ્થિતિ એવી છે કે જેનો અને હિન્દુઓ જાણે જુદા જુદા સમ્પ્રદાયના હોય તેમ તેને અનુસરીને બંનેના રીતરિવાજોમાં કેટલાક તફાવત છે, એ બે વચ્ચે એથી વધારે ભેદ નથી અને એ સિવાય તે તેમને જીવનક્રમ વ્યવહારથી સખે જ ઘડાઈ ગયેલ છે. છે. બુલરે તે વિષે કહ્યું છે કે જીવનચર્યા વિષેના જેનવિધિઓ