________________
અધ્યાય ૭
સમાપ્તિ ધર્મના ઇતિહાસમાં જૈનધર્મનું સ્થાન માનવજાતિ જે જે ધર્મ પાળતી આવી છે તે સિા ધર્મોનું, તેમના કલેવરને અનુસરીને, વર્ગીકરણ કરવાના પ્રયત્ન અનેક વાર અનેક દિશાએથી થયા છે. આ દષ્ટિએ જૈનધર્મને પણ કેઈ અમુક વર્ગમાં મૂકવાને કઈ પ્રયત્ન કરે તે એને નિરીશ્વરવાદી, મનુષ્યપૂજક, આધ્યાત્મિક, નૈતિક, સંસારત્યાગી, ઉદાસીન, નિર્વાણધર્મ માને. જેમાં યુરોપિયન ધર્મોનાં સ્વરૂપમાં શ્રદ્ધા રાખી રહ્યા છે, તેમને તે “નિરીશ્વરવાદી ધર્મ એ શબ્દ જ વદતે વ્યાઘાત સ્વરૂપ લાગશે, પણ તે ભૂલ છે. કારણ કે “ધર્મ” એ 2luerl Hur 249 Hi ( religin vinculs pietatis obslrictides et religate sumus-Lactamitus, Institut III 28) દેવ અને મનુષ્ય વચ્ચેને સમ્બન્ધ હશે કે નહિ–પણ આજે તે એ શબ્દમાં એ જ ભાવ સમાયેલ છે કે ધર્મમાં ઈશ્વરની ભાવનાની ખાસ જરૂર જ છે એવું કાંઈ નથી, નહિ તે બદ્ધધર્મ, ચીનને સુધરે ધર્મ વગેરે અનેક સંસ્થાઓ સામાન્યતઃ ધર્મ કહેવાય છે તેમને તે પ્રદેશમાંથી નીકળી જ જવું પડે. યુરોપિયન ધર્મ જ્ઞાનની ભાવનાએ જેનધર્મ બેશક નિરીશ્વરવાદી છે, કારણ કે તે અનેકેશ્વરવાદી નથી, એકેશ્વરવાદી નથી, વૈતવાદી નથી, અદ્વૈતવાદી નથી, વિશિષ્ટાદ્વૈતવાદી નથી. આર્થર શોપનહાઉઅરે પિતાના ધર્મ મતમાં જે ભાવના પ્રદશિત કરી છે એ જ ભાવના આ નિરીશ્વર ધર્મમાં છે. જેનો પિતે પણ જ્યારે પિતાના ધર્મને નિરીશ્વરવાદી કહે છે, ત્યારે પિતાને મત સાબીત કરવા પોતાનાં પ્રમાણ આપે છે. કારણ કે ઈશ્વર સંબંધીને પ્રશ્ન ભારતવર્ષમાં યુરેપથી જુદી જ દષ્ટિએ લેવાય છે ને એ દષ્ટિએ તે જીવના આધ્યાત્મિક સ્વભાવનું કે (બદ્ધો માને છે તેમ) જીવના મેક્ષ પછી એના આધ્યાત્મિક સ્વભાવનું કે પારલૌકિક દૈવી ગતિ પામેલા-નિર્વાણ