________________
( ૪૫૧ )
સુવાય, એણે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ, બે ટંક પ્રતિક્રમણ કરવું જોઈએ, પગે જ ચાલીને જાત્રા કરવી જોઈએ. જો આમાંના કેઈ નિયમનું કંઈ અંશે ઉલ્લંઘન થાય તે તેટલે અંશે જાત્રાથી તેને મળનારૂં ફળ ઓછું મળે, જેમકે જે કઈ વાહનમાં બેસીને જાત્રા કરે, તેને પગે ચાલીને જાત્રા સ્પંથી જે ફળ મળવાનું હતું તેનાથી અધું જ મળે. તીર્થસ્થાને પહોંચ્યા પછી જાત્રાળુ ધાર્મિક વિધિ આચરવા માંડે છે, મન્દિરે મન્દિરે તીર્થકરની પૂજા કરે છે ને પુષ્કળ દાન કરે છે, અમુક પુણ્ય મળે માટે અમુક ક્રિયા કરવાને રિવાજ અનેક સ્થળે હોય છે, જેમકે શત્રુંજય ઉપર ચઢવાનાં જે હજારે પગથી છે તેના ઉપર ૯૯ વાર ચઢ-ઉતર (યાત્રા) કરે અને અમુક પ્રકારે અમુક મન્દિની (૯) પ્રદક્ષિણા કરે તેને અમુક પુણ્ય થાય. જે આ પ્રમાણે વિધિસર કરવું હોય તે ત્રણ માસ ઉપરાંત લાગે, જાત્રાળુ છેવટના દિવસેમાં કશું ખાતે પીતે નથી (ઉપવાસ કરે છે). છેવટે જ્યારે વિધિ પૂરે કરીને મુખ્ય મન્દિરે એ આવે છે, ત્યારે ગુરૂ તીર્થકરની રૂપાની પ્રતિમાને ચોકમાં એક મંડપમાં પધરાવે છે. જાત્રાળુ એ પ્રતિમાની અષ્ટવિધ પૂજા અગીઆર વાર કરે છે તે વખતે ગુરૂ મ ભણે છે, તીર્થમાળ પહેરાવે છે. છોકરાઓ ધાર્મિક નૃત્ય કરે છે. આ બધા વિધિ કરતાં પુષ્કળ ખર્ચ થઈ જાય છે ને તેનું પુણ્ય પણ મોટું મળે છે.*
કેઈની સ્થિતિ એવી હોય કે જાતે જાત્રા ન કરી શકે. તેવે પ્રસંગે બીજા જે કઈ જાત્રાએ જતા હોય તેમને માર્ગમાં જોઈતી સામગ્રી પૂરી પાડીને કે ઉતાર આપીને કે બીજી રીતે તેમની જાત્રાને સહાયતા આપે તે તેને પણ જાત્રાનું ફળ મળે. વળી જે કઈ પતે જાત્રા કરે અને પિતાને ખર્ચે બીજાને જાત્રાએ લઈ જાય તેને તે જરૂર ફળ મળે એ સ્વાભાવિક છે. એવી તીર્થયાત્રા માટે મોટા મોટા સંઘ કાઢનારા જૈન રાજાઓની ને મંત્રીઓની કથાઓ જૈન ગ્રન્થમાં અનેક છે. જે વસ્તુપાલે એ સંઘ કાઢેલે, તેમાં કમમાં કમ ૪૫૦૦ રથ, ૭૦૦ શિબિકા, ૭૦૦ ગાડાં, ૧૮૦૦ ઉંટ, ૨૯૦૦ સેવક, ૩૩૦૦ ભાટ, ૪૫૦ જૈન ગાયક, ૧૨૧૦૦ શ્વેતામ્બર અને ૧૧૦૦ દિગમ્બર શ્રાવકે હતા.•