________________
• ( ૩૦-). યોજનામાં સમાવેશ કરી લીધું એ જૈન ધર્મના પ્રચારને માટે બહુ આવશ્યક હતું; મહાવીરના ધર્મમાં સાધુસંઘ અને શ્રાવક સંઘ વચ્ચે જે નિકટને સંબંધ ટકી રહ્યો, તેને પરિણામે પણ જૈનધર્મ ભારતવર્ષમાં આજ સુધી ટકી રહ્યો છે. બીજા જે ધર્મોમાં આ સંબંધ નહોતે તે ગંગાભૂમિમાં બહુ લાંબે કાળ ટકી શક્યા નથી.
કથા એકમતે જણાવે છે કે મહાવીરે કઈ નવું તત્ત્વદર્શન સ્થાપ્યું નથી, પણ પાર્શ્વનાથના દર્શનને વિસ્તાર્યું છે અને એમના સંઘને વ્યવસ્થિત કર્યો છે. એમ જણાય છે કે પાર્શ્વનાથ પિતાના શિષ્યને માટે જે વ્રત સ્થિર કર્યા હતાં, તે બરાબર રીતે પળાતાં નહોતાં. બહુ દીર્ધદષ્ટિને બળે મહાવીરે પાર્શ્વનાથનાં આધ્યાત્મિક વ્રતને એકવાર નિશ્ચિત ભાવે સ્પષ્ટ કર્યા. આપણે જોઈ ગયા એમ પાર્શ્વનાથે પિતાના સંઘના સાધુઓને બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા આપી હતી, પણ તેને અલગ ન રાખતાં ચોથા વ્રતમાં ભેળી નાખી હતી. સંશય રહે નહિ એટલા માટે મહાવીરે સાધુઓને અને સાધ્વીઓને પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા સ્પષ્ટરૂપે આપી, અને તે કારણે પૂર્વાચાર્યો
જેલાં ચાર વતેમાં પાંચમું એક ઉમેર્યું, પ્રાણીમાત્ર ઉપર દયાભાવ રાખવાની જે આજ્ઞા પૂર્વે પાર્શ્વનાથે કરેલી તે આજ્ઞાને મહાવીરે આચારમાં બરાબર રીતે મૂકવાની આજ્ઞા આપી. પાર્શ્વનાથના શિષ્ય એક અંગવસ્ત્ર ને એક ઉપવસ્ત્ર રાખતાં પણ એમણે સર્વવસ્ત્રોને ત્યાગ કર્યો, એ એમની નવીનતા હતી. એકંદરે જતાં એ બે તીર્થકરોના ધાર્મિક સિદ્ધાન્તોના મૂળમાં કઈ મહત્ત્વને ભેદ હોય એમ જણાઈ આવતું નથી. આમ હોવાથી પાર્શ્વનાથના સંઘના શિષ્યને પિતાના સંઘમાં ભેળવી દેવામાં મહાવીરને જરાયે મુશ્કેલી પડી નહિ અને પાર્શ્વનાથના સંઘના તે વેળાના નેતા શિએ એક સંવાદમાં મહાવીરના શિષ્ય તમને કહેલું કે બંને ગુરૂના મત સમાનભાવે મળતા આવે છે.?
પાર્શ્વનાથની પેઠે મહાવીર પણ ધર્મસશે ધનના ને ચર્ચાના