________________
- (૪૮) તીથને ભાવ બીજા જે મન્દિરેમાં સ્નાનસ્થાનને ભાવ નહોતે તે મન્દિરને પણ આરપા; ત્યારથી તીર્થ એટલે ભવસાગર પાર પામવાને માર્ગ ખુલ્લે કરી આપનાર સ્થાન એમ મનાયું.
જેનોમાં તીર્થ શબ્દને અર્થ ખાસ કરીને આ જ મનાય છે, કારણ કે એમનાં તીર્થ કોઈ સ્નાનસ્થાન છે જ નહિ. પવિત્ર નદીઓમાં પાપનાશક શકિત છે એમ હિન્દુઓ માને છે, પણ સાચા જેની માનતા નથી. હિન્દુઓના આ મન્તવ્યને તેઓ ઉન્માદ માને છે અને સતી થવાના રિવાજને તથા પવિત્ર પર્વત ઉપરથી પડતું મૂકવાના રિવાજને અથવા એવા જ બીજા જે રિવાજને હિન્દુઓ ધામિક દ્રષ્ટિએ બહુ ઉંચા માને છે, તેમની જ સમાન કક્ષાએ નદી જળમાં પાપનાશક શક્તિ છે એવા મન્તવ્યને પણ જેને મૂકે છે. | તીર્થકર જ્યાં જન્મ, દીક્ષા, જ્ઞાન કે નિર્વાણ પામ્યા હોય અથવા તે જ્યાં લાંબો સમય રહ્યા હોય એ સ્થાનને જૈન તીર્થસ્થાન માને છે. બીજા સન્તો જ્યાં રહ્યા હોય કે નિર્વાણ પામ્યા હાય અથવા જ્યાં બીજા કે પ્રખ્યાત પૂજ્ય પદાર્થ હોય તે સ્થાનને પણ તીર્થ માને છે.
જેનોનાં તીર્થની સંખ્યા ખૂબ છે; એનું સંપૂર્ણ પત્રક આપી શકાય એમ નથી, કારણ કે સૈકાઓ જતાં જૈનધર્મની અવનતિને પરિણામે અનેક પ્રાચીન પ્રખ્યાત તીર્થ. આજે વિસારે પી ગયાં છે, તેમજ બધાં તીર્થને બધા સમ્પ્રદાય સરખી રીતે માનતા નથી. કેટલાક સુધારક સંઘ પવિત્ર સ્થળની શક્તિ માનવા ના પાડે છે. તે ઉપરાંત વળી જૈનધર્મ ઉપર હિન્દુધર્મની છાયા આજે પ્રબળભાવે પડી રહી છે અને તેને પરિણામે અનેક જેનો આજે હિન્દુઓનાં તીર્થસ્થાનેએ જાત્રા કરવા જતા થયા છે, પછી એ તીર્થસ્થાને સાથે જૈનધર્મને કશે ય સંબંધ ન હોય કે નામને જ માત્ર હેય.
પંડિત સુખલાલે લખેલા અને શ્વેતામ્બરોમાં ખૂબ વપરાતા વિચલિના નામે ગ્રન્થમાં ૨૮ મા પૃષ ઉપર “ વર્તમાનકાળનાં