________________
(૪૪૯) કેટલાંક તીર્થ આ પ્રમાણે ગણાવ્યાં છે –શત્રુજ્ય, ગિરનાર, તારંગા, શંખેશ્વર, કુંભારિયા, આબુ, રાણકપુર, કેસરિયાળ, બામનવાડા, માંડવગઢ, અન્તરીક્ષ, મક્ષી, હસ્તિનાપુર, અલ્હાબાદ, બનારસ, અધ્યા, સમેતશિખર, રાજગૃહ, કાકંદી, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, ચમ્પાપુરી. અને એ જ ગ્રન્થમાં બીજા સ્થળોએ બીજા કેટલાંક તીર્થોનાં નામ આવે છે તે આ પ્રમાણે છેઃ સત્યપુરી, ભૃગુકચ્છ (ભરૂચ), મુહરી (પૃ. ૨૫), અષ્ટાપદ, વિરક્રાણા, જીરાવલા (પૃ. ૧૭૨), ગજપદ, વૈભારગિરિ, સેનાગિરિ, ચિત્રકૂટ (પૃ. ૨૪૯). પણ આ પત્રક આવ્યું છે તે ઉત્તર ભારતના વેતામ્બરે જે તીર્થોની જાત્રા કરે છે તેનું જ છે; શ્રવણ બેલગોલા, પદ્માવતી, મૈસુર (નગર) પાસે ગેમ્સટગિરિ અને બીજા અનેક દિગમ્બર તીર્થો દક્ષિણ ભારતમાં પણ છે. જૈન તીર્થો એટલાં બધાં છે કે તે બધાંનું એકે એકે અહીં વર્ણન આપ્યું પાલવે નહિ. Hellige Slatten der Hindus, Jains and Buddhisten Hall HIRI ગ્રન્થમાં અનેક જૈનતીર્થનું વર્ણન આપ્યું છે, તેથી અહીં તે થોડાંક મહત્ત્વનાં તીર્થનું સંક્ષિપ્ત વર્ણન આપીને જ સન્તોષ પામીશ.
જેનોનાં ઘણુંખરાં પ્રખ્યાત મન્દિર પર્વત ઉપર છે. ૧ લા તીર્થકર રાષભદેવ હિમાલયમાં આવેલા અષ્ટાપદ (કૈલાસ) ઉપર નિર્વાણ પામેલા મનાય છે. એમના પછીના (વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને મહાવીર સિવાયના) બીજા બધા (૨૦) સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા હતા. આ પર્વત આજે ૨૩ મા તીર્થંકર પાશ્વનાથના નામ ઉપરથી “પારસનાથ પર્વતને નામે ઓળખાય છે. એ પર્વત બિહાર પ્રદેશમાં હઝારીબાગ જિલ્લામાં આવે છે. એના શિખરને શોભાવી રહેલાં અનેક મન્દિોમાં દર્શન કરવા દરવર્ષે હજારે શ્વેતામ્બર અને દિગમ્બર જૈન ત્રાળુઓ એ પર્વત ઉપર ચડે છે. ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિ કાઠિયાવાડમાં આવેલા ગિરનાર (રૈવતક) પર્વત ઉપર નિર્વાણ પામેલા છે. એ જ પ્રદેશમાં પાલિતાણ નગરની પાસે શત્રુંજય નામે પર્વત છે, તેના ઉપર ઘણા
ઉપરના પૃષ્ટકે સુખલાલજીવાળા હિંદી-પંચપ્રતિકમણનાં છે.
૫૭