________________
સંબંધે જે ક્રિયા કરવાની હોય છે, તેનાથી જુદી તરેહની ક્રિયા મુખ્ય મંદિરમાંની પ્રતિમા સંબંધ હોય છે. વળી મન્દિરમાંની જે પ્રતિમા એવડી મોટી હોય છે કે તેને ખસેડી શકાય નહિ તેને સંબંધે જે ક્રિયા કરવાની હોય છે તેનાથી જુદી તરેહની ક્રિયા ત્યાંની જ જે પ્રતિમા એવડી નાની હોય છે કે જેને ખસેડી શકાય તેને સંબંધ હોય છે. જૈનોના કિયાગ્રન્થામાં આ બધી ક્રિયાઓ વિષે બહુ વિગતવાર વર્ણન આપેલું છે; તેમાંની મહત્વની જ હકીકતે નીચે આપી શકાઈ છે.
જિનપ્રતિમાની પ્રતિષ્ઠા માટે પુષ્કળ આયોજન કરવું પડે છે. પ્રથમ તે સારું સ્થાન નક્કી કરવું જોઈએ, ત્યાં વિસ્તૃત જમીન સાફ કરવી જોઈએ. આજુબાજુ પડેલાં હાડકાં, મળ, વાળ, નખ, દાંત વગેરે મલિન પદાર્થો કાઢી નાંખવા જોઈએ. ત્યારપછી ક્રિયા કરવાનું શુભ મુહૂર્ત શોધી કાઢવું જોઈએ. બધા ગ્રહ અનુકૂળ હાય એવું શુભ મુહૂર્ત નીકળી ન શકતું હોય. તે પછી નડતા ગ્રહની શાન્તિ માટે ક્રિયા કરવી જોઈએ. ત્યારપછી આજુબાજુના પ્રદેશમાં વસતા સર્વે સાધુઓને અને શ્રાવકને આ પ્રતિષ્ઠામહોત્સવના સમાચાર આપવા જોઈએ ને તેમને પધારવા આમંત્રણ આપવાં જોઈએ. પ્રતિષ્ઠા કરતા પૂર્વે પ્રતિમાને શુદ્ધ કરવી જોઈએ, અને પછી જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં લાવવી જોઈએ ત્યારપછી સ્થાપનાને પ્રસંગે જરૂરના કળશ, થાળીઓ, પાણી, વનસ્પતિ ઈત્યાદિને મન્દિર આગળ આણવું જોઈએ. ( એ સી આણતી વખતે નૃત્ય અને ગાનતાન થાય છે.) મન્દિરમાં વેદી રચવામાં આવેલી હોય છે અને મૂતિ જ્યાં રાખેલી હોય તે ઘરમાં પણ આશીર્વાદજનક ક્રિયાઓ થાય છે.
પ્રતિષ્ઠાની ક્રિયા પૂર્વે પ્રથમ તે દિકપાલની સ્થાપના કરવામાં આવે છે અને તેમની પૂજા થાય છે. ત્યારપછી મૂલનાયકની પ્રતિમાની ચારે દિશાએ મૂલ્યવાન ધાતુના ચાર કલશ મૂકે છે, અને સુન્દર શણગારેલી ચાર કન્યાઓ પ્રતિમાને સ્નાન કરાવીને હજાર વનસ્પતિઓ ચોળીને તૈયાર કરેલો લેપ કરે છે.