________________
( ૪૪૩). કેઈ આચાર્ય, સાધુ, પાઠક, જૈન બ્રાહ્મણ કે ક્ષુલ્લક પ્રતિમાપ્રતિષ્ઠાની ક્રિયા કરાવે છે, પણ એ બધા એક સરખી જ ક્રિયા કરાવતા નથી. એ ક્રિયા કરાવનારને પ્રતિષ્ઠાગુરૂ કહે છે; તેની પાસે ચાર સ્નાત્રકાર ઉભા રહે છે.
પ્રતિષ્ઠાની ક્રિયાની શરૂઆતમાં જ ભૂતબલિ દેવાય છે, તે વારે બળિબાકુલ ને ફલ વગેરે પદાર્થોમાંથી બનાવેલી આહારસામગ્રી ચાર દિશાઓએ પણ મૂકવામાં આવે છે; અને ભૂત, પ્રેત, પિશાચ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, વેતાલ આદિ સર્વે પ્રકારનાં સને એ આહારસામગ્રી લઈ જવાનું મંત્ર બોલીને આમંત્રણ કરવામાં આવે છે. પછી મંત્ર અને સૂત્રે ભણુને શાસનદેવતાની અને બીજા દેવની પૂજા કરે છે. પછી જુદા જુદા પદાર્થોના મિશ્રણવાળા જળથી સ્થાપવાની પ્રતિમાને સ્નાન કરાવે છે, પવિત્ર બનાવેલા ચન્દનથી લેપ કરે છે, પુષ્પહારથી શણગારે છે અને તેનાં પ્રત્યેક અંગને સ્પશી પવિત્ર બનાવે છે. પછી વિવિધ મંત્રોથી તેની વિવિધ પ્રકારે પૂજા કરે છે આઠ દિવસને આ મહોત્સવ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પિતાને ખર્ચે સે અતિથિઓને સત્કાર કરે છે. પ્રતિમાપ્રતિષ્ઠાને પ્રસંગે જે આતિથ્ય અને આડમ્બર કરે પડે છે, તેમાં એવડો મટે ખર્ચ થઈ જાય છે કે આજે તે એ બધું કરી શકે એવા લેક થોડા જ છે ને તેથી ગયા કાળમાં થતું હતું તેવી રીતે પૂરી વિધિઓ પ્રતિષ્ઠાની ક્રિયાઓ અને તેને અનુકૂળ બધે આડમ્બર આજે ભાગ્યે જ કઈ કરે છે. - જિનબિંબની પ્રતિષ્ઠાને પ્રસંગે જેવી ક્રિયાઓ કરવામાં આવે છે તેવી જ વિવિધ દેવતાઓની પ્રતિમા, યન્ત્ર (ગૂઢ ચિહેવાળા પટ ), પવિત્ર ધ્વજ આદિની પ્રતિષ્ઠાને પ્રસંગે પણ ક્રિયાઓ કરવામાં આવે છે. મન્દિરની પ્રતિષ્ઠાને પ્રસંગે પણ એવી જ ક્રિયાઓ કરવામાં આવે છે.
દિગમ્બરમાં પ્રતિમાની પ્રતિષ્ઠા વખતેવખત ફરી ફરીને કરવામાં આવે છે. અને તે પ્રમાણે શ્રવણ બેલગોલાની ગમ્મટની પ્રખ્યાત પ્રતિમાને અમુક વર્ષો પછી ફરીને પંચામૃત ( દૂધ,