________________
(૪૧) મેજ ઉપર સ્વસ્તિક રચે છે ને તેના ઉપર અક્ષત, ફળ તથા નૈવેદ્ય ચડાવે છે. ત્યારપછી તેત્રે ગાય છે અને મંગલઘંટ વગાવને પૂજા સમાપ્ત કરે છે. ત્યારપછી આવરૂહિ શબ્દ બોલીને પૂજારી મન્દિરમાંથી ચાલતે થાય છે.
સંધ્યાકાળની પૂજા સાદી હોય છે. એ પૂજા ૫ અને ૬ વાગ્યાની વચ્ચે થાય છે. નિસિહી શબ્દ બેલીને પૂજારી મન્દિરમાં જાય છે અને દીવા કરે છે તથા ધૂપપૂજા કરે છે. પછી પાંચ દીવેટોએ દીવા કરીને આરતિ ઉતારે છે. ત્યારપછી પ્રતિમાની સામે મંગળદીપથી દીપપૂજા કરે છે. તે સમયે નગારાં ઘંટ વગેરે વાગે છે. મંત્ર ભણ્યા પછી પૂજારી જયઘંટા વગાડે છે અને આવસ્યહિ શબ્દ બોલીને મન્દિરમાંથી નીકળે છે.
જૈનમદિરમાં જે વિધિએ પૂજા થાય છે તેનું આછું ચિત્ર ઉપર આપ્યું છે. સમ્પ્રદાયે સમ્પ્રદાયે એમાં કંઈક કંઈક તફાવત છે. પ્રતિમા આગળ દીવા કરવાને અને અન્ધારૂં થયા પછી ધૂપદીપ પૂજા કરવાને રિવાજ “વેતામ્બરમાં જ છે; દીગમ્બરે રાત્રે તે પૂજા કરતા નથી, પણ છતાંયે શાસ્ત્રગ્રન્થ વાંચવાને માટે મન્દિરમાં દીવા તે કરે છે.
નિમિત્તિક કર્મ પ્રતિમાની સ્થાપના ને પ્રતિષ્ઠા કરવાને પ્રસંગે અનેક ક્રિયાઓ કરવાની હોય છે. અને સમ્પ્રદાયની અને તેમની શાખાઓની એ ક્રિયાઓમાં તફાવત છે. વળી જુદી જુદી પ્રતિમાની પણ સ્થાપનાની ને પ્રતિષ્ઠાની ક્રિયામાં પણ તફાવત હોય છે. કારણ કે શાસનદેવતાની, દેવેની ને ગ્રહોની પ્રતિમાના સંબંધમાં જે ક્રિયાઓ કરવાની હોય છે તેનાથી જુદી જુદી તરેહની ક્રિયાઓ તીર્થકરની પ્રતિમાના સમ્બન્ધમાં કરવાની હોય છે. તેમજ વળી એક ને એક દેવની જુદા પ્રકારની ને જુદા ઉપગની જુદી જુદી પ્રતિમાઓ સંબંધે પણ જુદી જુદી ક્રિયાઓ કરવાની હોય છેઃ ધાર્મિક શ્રાવકના ઘરમાં પૂજા કરવાને માટે રાખેલી પ્રતિમા
૫૬