________________
(૪૮ ) કુર્ધર, બે કક્ષા, કઠ અને કટિ એમ જ થી શરૂ થતાં ૧૦ અંગને ધુએ છે અને શુદ્ધ શ્વેત વસ્ત્રથી એ સૌ અંગ લુંછી નાખે છે. પછી મંદિર પાસેના કુંડમાં જાય છે ને ત્યાં પોતાના પગ ધુએ છે. કાથા ઉપર પગ લુંછી નાખે છે ને ત્યારપછી નિસહી શબ્દ બોલીને મન્દિરમાં જાય છે. પોતાના ઉત્તરાસનને આઠ પડું વાળે છે ને પ્રતિમાને પિતાને શ્વાસવાયુ લાગે નહિ એટલા માટે એમ ઘી કરેલા ઉત્તરાસનને મોંએ બાંધે છે.
| મન્દિરમાં જઈને જેના ઉપર કેશર વટાય છે એ પત્થર (એરશીઆ) પાસે જાય છે, ત્યાં નવું કેશર વગેરે વાટે છે ને એક પાત્રમાં ભરે છે અને ત્યારપછી ગર્ભગૃહમાં પેસે છે. ત્યાં ગઈ પૂજાને પ્રસંગે ચઢાવેલાં પુલ ઉતારી લે છે ને તીર્થકરની પ્રતિમા ઉપર પુલ ધૂલ વગેરે કંઈ એટયું હોય તે મયુરપીચ્છથી સાફ કરી નાંખે છે. પછી એક વસ્ત્રને પાણીમાં બળે છે, પ્રતિમા ઉપરને ચન્દનલેપ દૂર કરવાને તે ભીનું વસ્ત્ર તેના ઉપર ફેરવે છે. કોઈ સ્થળે એ લેપ દઢ ચુંટી ગયું હોય તે ઉશીરતૃણના મૂળની બનાવેલી વાળાકુંચીથી એને ઉખેડી નાખે છે. એવી રીતે પ્રતિમાને સ્વચ્છ કર્યા પછી દૂધ, દહીં, ઘી, પાણી અને સાકર એ પાંચ દ્રવ્યનું પંચામૃત તૈયાર કરે છે. એ પંચામૃતને કલશ નામે પાત્રમાં ભરે છે. એ પાત્ર નળીવાળી ચાદાની જેવું હોય છે. પંચામૃતથી પ્રતિમાને સ્નાન કરાવે છે. ત્યારપછી બીજા કલશમાં આણેલા સ્વચ્છ જળથી સ્નાન કરાવે છે. એ વખતે પૂજારી સંસ્કૃત શ્લેક ભણે છે. ત્યારપછી ત્રણ જુદાં અંગઉહન લે છે ને દરેક વડે એક વાર એમ ત્રણ વાર પ્રતિમાને લુહી નાખે છે. ત્યારપછી પ્રતિમાના આસનને ધોઈ નાખે છે. હાથ ધોયા પછી પ્રતિમાનાં નવા અંગ ઉપર ધીરે હાથે ચન્દનને લેપ કરે છે.
ત્યારપછી પુષ્પપૂજા કરે છે. સાથે આણેલી છાબમાંથી પૂજારી પૂલ લે છે ને પ્રતિમા ઉપર ચઢાવે છે, તથા કંઠ ઉપર પુલમાળા ચઢાવે છે. પછી મંત્ર ભણતે ભણત ધૂપપૂજા ને દીપપૂજા કરે છે. પ્રતિમાને ચામર કરે છે. ત્યારપછી પાસેના ખંડમાં જઈને