________________
(૪૯) પ્રથમ તે સ્નાન કરે છે, અથવા હે, હાથ ને પગ એ શરીરનાં પાંચ અંગને તે ધુએ જ છે. ત્યારપછી એ મંદિરને ઉઘાડે છે. પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશ કરવાને સમયે શિક્ષિ શબ્દ બેલે છે, એ શબ્દને ભાવ એ છે કે હું સંસારમાંથી નિસરું છું તથા સર્વ સંસારિકતાને ત્યાગ કરૂં છું. પછી એ મન્દિરને ને પ્રતિમાને શુદ્ધ કરે છે. તીર્થકરની પ્રતિમાને જમણે પાસે દી હોય છે ને ડાબી બાજુએ ધૂપદાની હોય છે તે એ સળગાવે છે. ત્યારપછી તીર્થકરનાં નવ અંગ (અંગુષ્ઠ, કુર્ધર (જાનુ), કરન્થી, સ્કન્દ, શિખા, લલાટ, કઠ, વક્ષ અને નાભિ) ઉપર પૂજારી વાસચૂર્ણની રેખાઓ કરે છે અને ચન્દન, કપુર, કસ્તુરી, અમ્બર અને કેશરના બનાવેલા સુગન્ધિત પ્રવાહીને ક્ષેપ કરે છે. | મન્દિરની અંદરના ખંડમાં નાનું એક મેજ હોય છે, તેના ઉપર અક્ષતને સ્વસ્તિક રચેલો હોય છે. એ સ્વસ્તિક ઉપર ફળ અને અર્ધચન્દ્ર ઉપર નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. ત્યારપછી પૂજારી ( બ્રાહ્મણ જેમ ઉપવિત પહેરે છે તેવી રીતે નાખેલા) પોતાના ઉત્તરાસનને પાલવ પિતાને બે હાથે પકડે છે. તે વડે જમીનને સાફ કરે છે ને એક મંત્ર (ખમાસમણ) બેલે છે. તે વખતે બે કુર્પર, બે હથેળી અને કપાળ જમીનને અડીને પંચાંગ પ્રણામ કરે છે. ત્યારપછી પ્રતિમાની ત્રણવાર પ્રઢક્ષિણ કરી તેની સામે ગમુદ્રાસન વાળીને બેસે છે. ત્યારપછી ચૈત્યવન્દન નામે પ્રાર્થના બેલી શકાય એટલા માટે એક મંત્ર ભણે છે ને સન્તાને નામે દૃષ્ઠ શબ્દથી અનુમતિ મેળવે છે. ત્યારપછી તીર્થકર (શાન્તિનાથ વિગેરે) આશીર્વાદ આપે એટલા માટે મંત્ર ભણે છે. ત્યા૨૫છી વિધિપુરઃસર શરીરનાં અંગ વાળીને બીજા પણ કેટલાક મંત્ર ભણે છે ને તેત્રો ગાય છે, દેવપૂજાને અન્ત જયઘટ્ટા વગાડે છે અને શ્રાવસરી ( સંસારમાં પ્રવેશું છું ) કહીને મન્દિરમાંથી પૂજારી ચાલતે થાય છે.
દેવપૂજા બીજીવાર સવારમાં દશેક વાગ્યે (બીજે પહેરે) શરૂ થાય છે. પ્રથમ તે પૂજારી સ્નાન કરે છે. એ પ્રસંગે તે પૂર્વ તરફ મુખ કરીને ૧૦ જાણિ એટલે કે બે કર્ણ, બે કઈગ્રન્થી, બે