________________
( ૪૭૮:)તેથી તેમને માટેની ક્રિયાઓ પણ કંઈક જુદા પ્રકારની છે. શ્રાવક સાધુ થાય ને પછી અનુક્રમે ઉંચે પદે ચઢતે જાય તે સૈ પ્રસંગે અમુક અમુક ક્રિયાઓ કરવાની હોય છે. ધાર્મિક જેને કયે અનુકમે કઈ ક્રિયા કરવાની છે તેનું વર્ણન આદિ પુરાણમાં (અ. ૩૮) આ પ્રમાણે આપેલું છેઃ–પ્રથમ તે શ્રાવકે પ્રશાન્તિ પામવી જોઈએ, ઈન્દ્રિયવિલાસ ત્યજવા જોઈએ અને ધાર્મિક અભ્યાસમાં ચિત્ત લગાડવું જોઈએ. ત્યારપછી પિતાની સમ્પત્તિ ધર્મકાર્યને માટે. પિતાના જયેષ્ઠ પુત્રને માટે અને ઈતર બાળકોને માટે વહેંચી નાખવી ને પછી ઘરનો ત્યાગ કરો. ત્યારપછી એને ક્ષુલ્લક બના વવાની ક્રિયા થાય, એ પદમાં પણ એણે અનેક વિધિ આચરવાના છે; આગળ જતાં એણે વસ્ત્રને પણ ત્યાગ કરીને વિનમ્રતા પામવાની છે. ઉપવાસ, તપ, અને અધ્યયન કરીને એ ગુરૂ થાય. એથીયે જ્યારે એ ઉપરને પદે જાય ત્યારે ચતુર્વિધ સંઘને ગણધર થાય. પણ આ ગણધરનું પદ એ પોતાના અન્ત પર્યન્ત ધારણ કરી રહેતું નથી, તપમાં કે ધ્યાનમાં મચ્યા રહેવાને માટે એ પદ પિતાના શિષ્યને ઑપી સર્વ કાર્યભારથી મુક્ત થાય છે. પછી અન્નત્યાગ કરીને સમાધિમાં સંલેખના મૃત્યુ સ્વીકારે છે અને બીજે ભવે સ્વર્ગલેકમાં અવતરવાનું સાધન એમ સાધી લે છે.
મન્દિરપૂજા,
નિત્યકર્મ જેનમદિરમાં કરવાના વિધિઓ અનેક પ્રકારના છે. મન્ટિરમાં જે પૂજાવિધિ થાય છે તેનું વર્ણન કરતાં તે આ ગ્રન્થ ભરાય. તેથી અહીં તે ગુજરાતના જિનમન્દિરમાં પ્રભાતે, મધ્યા અને સંધ્યાકાળે જે વિધિઓ કરવાનો રિવાજ છે, તેમાંના મુખ્ય મુખ્યનું સંક્ષિપ્ત જ વર્ણન કરી જઈશ. જે. બજે સે (ઇ. Burgess) ઈંડિયન ઍપ્ટિકરિ ૧૩ માં (૧૮૮૪) પૃષ્ઠ ૧૯૧ થી જે વર્ણન આપ્યું છે તેને આધારે નીચેનું વર્ણન આપું છું. '
પ્રભાતે ૬ વાગ્યે દેવપૂજાને લગતી ક્રિયા શરૂ થાય છે. પૂજારી