________________
(૪૩૨) ઉપાશ્રયમાં દી બાળી શકાય નહિ. સાધુ રાત્રે પ્રતિક્રમણ કરીને પછી ધમ ધ્યાન કરે છે, ત્યારપછી પરમેષ્ટીમંત્ર અને બીજા મંત્ર ભણે છે ને પછી (મડામાં મેડું ૯ વાગે) સુઈ જાય છે. પહેલી રાતે ધાર્મિક પાઠ ભણે છે, પછી નિદ્રા લે છે ને પાછલી રાતે ધ્યાન ધરે છે.
અહીં આપેલી દિનચર્યા૧ મૂર્તિપૂજક શ્વેતામ્બર સાધુની છે. તામ્બર સાધ્વીઓની અને ઇતર સમ્પ્રદાયના સાધુઓની દિનચર્યામાં કંઈક કંઈક તફાવત હોય છે.
નૈમિત્તિક કર્મ ગૃહસ્થજીવનની પેઠે સાધુજીવનમાં પણ અનેક પ્રકારનાં કર્મ અને સંસ્કાર કરવાના હોય છે ને તેમાં સૌથી પહેલાં દીક્ષાને અને છેલ્લે મરણ પૂર્વથી મરણ પછી સુધીનો છે. જુદા જુદા સમ્પ્રદાયે અને ગ જુદે જુદે પ્રકારે આ ક્રિયાઓ કરે છે. અને તેની વિગતેમાં એટલે બધો તફાવત છે કે વિસ્તાર થી એ બધાનું વર્ણન કરવું અહીં પાલવે નહિ. તેથી એનું અહીં સંક્ષેપમાં જ વર્ણન કરીશ અને પ્રથમ વેતામ્બર સાધુજીવનના ક્રિયાવિધિ વર્ણવીશ.
શ્રાવકને સાધુ સંઘમાં પ્રવેશ કરે છે તે તેના વિધિ અનેક છે અને તે પૃષ્ટ ૩૪૪ ઉપર જણાવ્યા છે. પણ સામાન્ય માર્ગ તે એ છે કે તેને કેઈ સાધુના ઉપદેશથી દીક્ષા લેવાની ઈચ્છા થાય છે અને પછી સંસારનો ત્યાગ કરવાના નિશ્ચય ઉપર આવે છે. એમ કરવાની જેની ઈચ્છા હોય છે તે કઈ સાધુ પાસે આવીને પિતાને દીક્ષાપાત્ર કરવાની પ્રાર્થના કરે છે. જે એ એગ્ય હોય છે તે સાધુ અને શિષ્યરૂપે સ્વીકારે છે. શિષ્ય ધીરે ધીરે વિરતિમાં સપૂર્ણ થાય અને પરીક્ષામાં દઢ જણાય, તે પછી અત્તે એને દીક્ષા આપી સાધુ બનાવે છે. ઉત્કટ વિરાગી ને પશ્ચાત્તાપ કરનારને દીક્ષા લેવાને વળી ને એ જ માર્ગ છે–એને સંસારને ત્યાગ કરવાની એકવાર ઈચ્છા થઈ એટલે કેઈની સહાયતા વિના પિતે પણ અધ્યયન કરે