________________
(૪૩૩) ભૌતકની અનિત્યતા વિષેનું જ્ઞાન પામે અને કેઈ પણ મનુષ્યની સહાયતા વિના સાધુ થાય. આ પ્રકાર તીર્થકરેના પ્રસંગમાં બને છે, જેનો એમને સ્વયંવુ કહે છે. પણ આજે તે, પૃષ્ઠ ૩૪૯ ઉપર લખ્યું છે એમ, નાના બાળકને દીક્ષા આપવામાં આવે છે. કુમળી વયના બાળકોને સાધુ બનાવવાને માટે અધ્યચન કરાવવામાં આવે છે, જેમાં અધ્યયન કરી રહે છે તેમને દીક્ષા અપાય છે, બીજાને છોડી દેવામાં આવે છે. આ બધાને માટે સ્વાભાવિક રીતે જ જુદી જુદી વ્યવસ્થા કરવી પડે છે.
વર્ધમાનસૂરિના શ્રાવાહિનરમાં લખ્યું છે કે દીક્ષા લેવાની ઇચ્છા હોય અને તેને પિતાનાં માબાપની, સ્ત્રીની, પુત્રની અથવા વલની સમ્મતિ હોય, તે પ્રથમ તે બ્રહ્મચારી થાય. કેટલીક ક્રિયાઓ કર્યા પછી ગુરૂ તેને બ્રહ્મચારીના ધર્મ સમજાવે. એ ક્રિયામાં કેટલાક સૂત્રે અને મંત્ર ભણવાના હોય છે, તથા વ્રત અને ચારિત્રધર્મ સ્વીકારવાના હોય છે. આ સ્થિતિમાં બ્રહ્મચારી એક સમયથી માંડીને તે ૩ વર્ષ સુધી રહે, હજીયે તે મુંડાવેલા માથા ઉપર ચેટલી રાખે અને ઉપવિત પણ રાખે. ક્ષુલ્લક થવાને જે એ યોગ્ય નિવડે તે એ રહે, નહિ તે ગૃહસ્થાશ્રમમાં પાછા જાય.
સાધુ થવાના માર્ગને બીજે પગથીએ ક્ષુલ્લક થવાનું છે. અમુક વિધિએ દીક્ષા આપીને બ્રહ્મચારીને ક્ષુલ્લક બનાવવામાં આવે છે. આ પ્રસંગે પણ કેટલાક મંત્ર અને સૂત્રો ભણવાનાં હોય છે ને પછી તે પાંચ મહાવ્રતનું ગ્રહણ કરે છે. ક્ષુલ્લકપદમાં રહ્યા પછી ત્રણ વર્ષે સાધુ થવાય. આ કાળમાં એણે સામાયિક ચારિ ત્રને સંપૂર્ણ આચરવું જોઈએ, ધર્મશાસ્ત્રને અભ્યાસ કરે જોઈએ અને અનેક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. એમ થાય તે જાણવું જે એ દીક્ષા લેવા ગ્ય થયે છે; જે પરીક્ષણોમાં ઉત્તીર્ણ થાય નહિ, તે ગૃહસ્થાશ્રમમાં પાછો જાય. - સાધુ બનાવવાને જે દીક્ષા આપવામાં આવે છે તેમાં સૌથી