________________
(૪૩૧ ) અધિકારીઓની નિમણુક કરવાને પ્રસંગે જે ક્રિયાઓ કરવાની છે તેનું વર્ણન અન્યગ્રન્થમાં સવિસ્તર આપેલું છે.”
સાધુધર્મ
નિત્ય કર્મ સાધુ પાછલી રાતે બ્રાહ્મમુહૂર્તો જાગે છે એટલે પંચપરમેષ્ટી મંત્ર ભણે છે અને પથારીમાંથી ઉઠે છે. પછી બહાર નીકળીને મલમૂત્રને ત્યાગ કરી આવે છે. પછી પાછા આવીને ધ્યાન ધરે છે અને અજાણતા રાત્રે જે નાના જીવની હિંસા થઈ હોય તે અને એવાં બીજાં પાપ વિષે વિચાર કરે છે. જ્યારે એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ થાય છે, ત્યારે તે પડિલેહણ કરે છે ને પિતાના શરીર, પથારી ને બેઠક ઉપર જતુ હોય તે વણી કાઢે છે ને તેમને કેઈ સલામત સ્થાને મૂકી આવે છે. પછી એ અધ્યયન કરે છે, કરાવે છે કે કેઈ ગ્રન્થની નવી પ્રતિઓ કરે છે. પછી એ જિનમન્દિરે જાય છે અને ત્યાં તીર્થકરની ભાવપૂજા કરે છે. ત્યારે પ્રતિમાને વન્દન કરે છે, તેની પ્રદક્ષિણા ફરે છે, મ ભણે છે ને ધ્યાન ધરે છે. સાધુ મન્દિરમાં પૃ. ૪૦૬ ઉપર જણાવેલી સર્વવિધ પૂજા કરતા નથી. તેમજ શ્રાવકની પેઠે મન્દિરમાં એ વિશેષ પ્રકારનાં વસ્ત્ર પણ પહેરતા નથી, એની પૂજા અનેક અંશે આધ્યાત્મિક અને અન્તર્મુખ હોય છે. ત્યાંથી પાછા એ ઉપાશ્રયે આવે છે ને ત્યાં ધ્યાન ધરે છે.
૧૦ વાગ્યા પછી અન્ન અને જળ વહોરવા સાધુ બહાર નીકળે છે. ભિક્ષા માગીને પાછા આવ્યા પછી માર્ગમાં ચાલ્યાથી જે જીવહિંસા થઈ હોય તેનાં પાપને માટે ઈરિયાવહી પડિક્રમે છે. ત્યારપછી મંત્ર ભણીને ભિક્ષાન્ન ખાઈ લે છે. ત્યારપછી પાત્રોને ધોઈને સ્વચ્છ કરે છે. થડે કાળ આરામ લઈને અધ્યયન કરે છે કે કરાવે છે. ત્રણ વાગ્યે ફરી પડિલેહણ કરે છે. કા વાગ્યે ફરી વહેરવા નીકળે છે, પાછા આવીને ઈરિયાવહી પડિકકમે છે, મંત્ર ભણને ખાઈ લે છે. તેમણે સૂર્યાસ્ત પહેલાં જ ખાઈ લેવું જોઈએ. અન્ધારામાં કશું ય ખવાય નહિ, પાણી પણ પીવાય નહિ.