________________
કરીને તેને ઘેર આગળ જ અક્ષર શીખવવા માંડે છે. ૮ મે વર્ષે અથવા ત્યારપછી ૩પનયન સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે કુમાર ઉપવિત ધારણ કરીને ગુરૂને ત્યાં જાય છે અને ત્યાં બ્રહ્મચર્ય પાળવાનું, ઉંચી શમ્યાએ નહિ સુવાનું અને એવાં બીજ વ્રત લે છે. અધ્યયનકાળ પૂરે થયે (૧૨ માથી તે ૧૬ માં વર્ષ સુધી) એ વ્રતમાંથી એ (વ્રતાવર્તન) મુક્ત થાય છે અને ત્યારપછી લગ્ન કરી શકે છે. તે ઉપરાંત બીજા પણ સંસ્કાર છે. વર્ણમાં સંસ્થિતિ પ્રાપ્ત કરવા માટે વતામ, કુળમાંનું સમ્યક ચારિત્ર આચરવાનું વ્રત લેતાં કુત્તાર્યા અને સાધારણ રીતે સર્વમાન્ય ગૃહસ્થસ્થિતિમાં પ્રવેશવા માટે િિચતા સંસ્કાર કરવામાં આવે છે.
કુટુમ્બના અમુક પ્રસંગોએ પણ અમુક ક્રિયાઓ કરવામાં આવે છે. જ્યારે કે પુરૂષ અથવા વિધવા કેઈને દત્તક લે છે, ત્યારે પ્રથમ તે દત્તક થનારના માબાપની અનુમતિ લેવાય છે, તેનાં ખતપત્ર થાય છે, તેના ઉપર તેનાં સગાંસમ્બન્ધીનું સાક્ષ્ય લેવાય છે ને પછી રાજાના દરબારમાં એ ખતપત્ર ઉપર સહી સિક્કા કરાવાય છે. આમ કાયદેસર બધી વ્યવસ્થા થઈ ગયા પછી એના સબધે ધાર્મિક વિધિ કરવામાં આવે છે. સગાંસખધી નરનારીઓને નેતરવામાં આવે છે, જમાડવામાં આવે છે અને વાઘથી તથા નૃત્યથી આનન્દ આપવામાં આવે છે. ત્યારપછી એ સૌ મન્દિરમાં જાય છે, ત્યાં વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે ને ભેટ ધરાવે છે. ત્યારપછી જમણ આપવામાં આવે છે ને ત્યારે જન્મ સમયની ક્રિયા કરવામાં આવે છે. દત્તકને પિતા ત્યારપછી પાઘડી, નાળિયેર અને પિસા લાવે છે. આ વસ્તુઓ લેવાઈ દેવાઈ રહે એટલે દત્તવિધાનની કિયા સંપૂર્ણ થઈ રહી ગણાય છે અને દત્તકપુત્ર હોય તે પિતાને સારો પુત્ર હોય તેમ અધિકાર ભેગવવાને ગ્ય થાય છે. ૯
કેઈને ઉંચા અધિકાર ઉપર સ્થાપવામાં આવે ત્યારે પણ અમુક ક્રિયાઓ કરવામાં આવે છે. રાજાને અભિષેક કરવાને કે મંત્રી, સેનાપતિ, વિષયાધિકારી ( ઇલાકાને ઉપરી ), વિભાગધિકારી ( જીલ્લાને ઉપરી ), મહત્તર (ગામને મુખી) વગેરે