________________
( ૨૦ ) છે. ત્યારપછી ઉપાશ્રયમાં જાય છે, ત્યાં સાધુ તેમને સૈતિક જીવનની અનિત્યતા વિષે ઉપદેશ આપે છે.
મરણને કારણે સમ્બન્ધીજન ૧૦ દિવસ સુધી સૂતક પાળે છે. હિન્દુઓમાં શ્રાદ્ધ કરવાને જે આચાર છે, તેવા આચારને સાચા જૈન માનતા નથી.
મરનારની પાછળ જે વિધવા હોય છે તે તે પિતાને ચુડો ભાગે છે, શણગાર ઉતારે છે, કપાળ ઉપર પછી સૌભાગ્યચિન્હ કરતી નથી, ક્ષેતિક વિલાસ ભેગવતી નથી, જીવન પ્રાયશ્ચિત્તમાં ગાળે છે ને કદાપિ પુનર્લગ્ન કરતી નથી.
અત્યારસુધી જે સંસ્કાર વર્ણવ્યા તે મુખ્યત્વે કરીને મૂર્તિપૂજક “વેતામ્બરે આજે જે રીતે આચરે છે તે રીતનાં છે અને તેમાં પણ સ્થાનભેદે ને સમ્પ્રદાયભેદે અનેક પ્રકારના તફાવત છે. સ્થાનકવાસીઓના સંસ્કારમાં ઘણું તફાવત છે અને મુખ્ય તફાવત તે એ છે કે તેઓ જિનપ્રતિમાનો ઉપયોગ કરતા નથી. દિગમ્બરે પણ એવા સંસ્કાર કરે છે. ધાર્મિક જેને મરણ સુધીમાં જે ૨૦ સંસ્કાર કરવા જોઈએ તેનું વર્ણન આદિપુરાણમાં (અધ્યાય ૩૮) આપ્યું છે. પ્રથમ સંસ્કાર કર્મધાર છે, અને તે સ્ત્રી વૈવાહિક જીવન શરૂ કરે તે પૂર્વે કરવાનું હોય છે. સ્ત્રી ગર્ભવતી થાય ત્યારે ગર્ભના ૩ જા, ૫ મા, ૭ મા અને ૯ મા માસમાં અનુક્રમે પ્રીતિ, કુતિ, ધૃતિ અને મોટું સંસ્કાર કરવામાં આવે છે અને એને હેતુ ગર્ભનું સારી રીતે વર્ધન થાય એ છે. જન્મપ્રસંગે બોદ્ધવ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારપછી ૧૨ દિવસે નામજરા સંસ્કાર કરવામાં આવે છે; ત્રણ ચાર માસે વદિન સંસ્કાર થાય છે ને ત્યારે માતા તથા બાળક પ્રથમવાર બહાર નીકળે છે. ત્યારપછી નિરા સંસ્કાર કરીને બાળકને પારણામાં ઝુકાવે છે. સાતમે કે આઠમે માસે પ્રાશન સંસ્કારથી બાળકને પ્રથમવાર અન્ન આપવામાં આવે છે. ત્યારપછી એક વર્ષે સમ્બન્ધીજનેના આમંત્રણને સુષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારપછી પ્રથમ જ વાર પુત્રના વાળ ઉતારવામાં આવે છે. પાંચમે વર્ષે નિર્વિક્સાન સંદ