________________
(૪૨૮ ) મારે ગ્રહણ કરવું છે એવી પિતાની ઈચ્છા પ્રગટ કરે છે, ત્યાર પછી એ તીર્થકરે, શ્રુતદેવતા આદિની પૂજા કરે છે, તેમને ભેટ ધરાવે છે ને તેમની પ્રદક્ષિણું કરે છે. ત્યારપછી એ સાધુ પાસેથી જ્ઞાન સાંભળે છે અને પછી અમુક કાળ ( દિવસ, સપ્તાહ માસ, વર્ષ કે કઈ કઈ વાર જીવન) પર્યન્ત અમુક વસ્તુઓને ત્યાગ કરવાનું કે અમુક સીમા સુધી જ પ્રવાસ કરવાનું અથવા ધન રાખવાનું કે એવું કેઈ વ્રત વિધિપુરસર સ્વીકારે છે. જેણે એ પ્રકારનું વ્રતગ્રહણ કર્યું હોય તેણે નિત્ય અનેક રીતે એ આચરવું જોઈએ ને તેનું ઉલ્લંઘન થતાં પ્રતિક્રમણ કરવું જોઈએ.
ધાર્મિક જૈનને માટે જ્યારે તે દહનક્રિયાને છે. જ્યારે કઈ મરવા પડે છે ત્યારે તેનાં સગાંસમ્બન્ધી એને ધામિક આશ્વાસન આપે છે અને એના ગુરુને બોલાવી આણે છે; ગુરૂ તેને ધાર્મિક આશ્વાસન આપે છે, પોતે મન્ત્રો બોલે છે ને મરનારની પાસે લાવે છે. મરણ સમીપ આવતાં કઈ પણ પ્રકારને ઘન કે પ્રવાહી આહાર નહિ લેવાનું અને બધા પ્રકારની ભૌતિક વાસનાઓ ત્યજવાનું એ વ્રત લે છે. પછી ધર્મને માટે, ધર્મસેવકને માટે, અનાથને માટે દાનમાં રકમ કાઢે છે ને અંતે પંચપરમેષ્ઠીમાં ચિત્ત રાખતા મરણ પામે છે.
પછી એના શબને જમીન ઉપર સુવાડે છે, એને નવડાવે છે, સુગન્ધિત પદાર્થોને લેપ કરે છે ને નવાં વસ્ત્ર પહેરાવે છે. પછી એને ઠોઠ ઉપર સુવાડે છે ને નિકટના ચાર સમ્બન્ધી એને સ્મશાનભૂમિમાં લઈ જાય છે. કેઈ જીવની હિંસા થાય નહિ એટલા માટે પત્થર ઉપર કાષ્ઠની ચિતા ગોઠવે છે ને તેના ઉપર શબને સુવાડે છે. ઘેરથી આણેલા અગ્નિવડે એ ચિતાને ચેતાવે છે. શબ જ્યારે બળીને રાખ થઈ જાય છે, ત્યારે સ દાદુ પાછા ઘેર આવે છે. ત્રીજે દિવસે સમીપના સમ્બન્ધીએ એ રાખ નદીમાં નાખી આવે છે અને કુલને (હાડકાંને) અમુક સ્થળે દાટે છે. (એના ઉપર પછીથી શંકુ આકારનું સ્મારક રચે છે અને તેના ઉપર પત્થરને કલશ મૂકે છે. ) પછી બીજા બધા સમ્બન્ધીઓ મન્દિરમાં જાય છે ને ત્યાં જિનપ્રતિમાની પૂજા કરે