________________
(૪૧) ગર્ભનું બાળક રક્ષણ પામે અને તેમને સુખપ્રાપ્તિ થાય એટલા માટે તેમને દેવી બળ મળે એ એ સ્તોત્ર અને મંત્રપાઠને હેતુ છે.
ગર્ભ આઠમા માસમાં હોય ત્યારે પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. પુત્ર અવતરે એવી ઈચ્છાએ આ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કાર પ્રસંગે, પુત્રજન્મને શુભ એવે કઈ દિવસે રાતમાં પાછલે પહેરે તારાવાળા ગગન નીચે નવાં વસ્ત્ર પહેરેલી ગર્ભિણુને બેસાડે છે ને ગુરૂ તેના ઉપર પવિત્ર જળને અભિષેક કરે છે; અજવાળું થયે આ સંસ્કાર થાય છે. તે પ્રસંગે જે મંત્ર ભણવામાં આવે છે તે વડે, ગર્ભમાં પ્રવેશેલા જીવને તેને સરળતાએ જન્મ થાય એવા આશીર્વાદ આપવામાં આવે છે અને એ જીવ માબાપનું સુખ તેમજ કુટુમ્બની આબરૂ વધારે એવી આશા પ્રદર્શિત કરવામાં આવે છે.
પછી તરત ગર્ભિણી પિયેર જાય છે અને પ્રસવની વાટ જુએ છે. બાળક જન્મે છે એટલે તેને નાળ વધેરવામાં આવે છે અને માતા તથા બાળક બંનેને નવડાવે છે. જોશી નવીન જગત્મવાસીના જન્માક્ષર લખી લે છે. ગુરુ આવીને ચન્દનના અને બીલીના લાકડાને બાળે છે, તેની ભસ્મ કરે છે. એ ભસ્મને રાઈમીઠામાં મેળવી તેની પિટલી બાંધે છે. તે પોટલી ઉપર સાત વાર અંબિકામંત્ર ભણે છે અને બાળકનું રક્ષણ કરવા એ મંત્રથી એ દેવીની પ્રાર્થના કરે છે. પછી એ પોટલીમાં લોઢાને કકડે, રાતું ચંદન વગેરે ઉમેરે છે, કાળે દેરે બાંધીને એ પોટલી પછી ઘરની કેઈ આધેડ સ્ત્રી બાળકને હાથે બાંધે છે.
જન્મ પછી ત્રીજે દિવસે ગૃહસ્થ ગુરુ આવે છે. તે સૂર્યપ્રતિમાની પૂજા કરે છે ને ત્યારપછી સુન્દર રીતે વિભૂષિત માતાને અને બાળકને સૂર્ય સામે લઈ જાય છે, માતા તે પ્રસંગે બાળકને હાથ ઉપર મૂકીને લઈ જાય છે. ગુરુ એ બંનેને સહસકિરણ દિનકરનાં દર્શન કરાવે છે અને તે પ્રસંગે તે બંને સુખી થાય એવા મંત્ર ભણે છે. સંધ્યાકાળે સુધાકર તારા પતિ ચૂન્દ્રનાં પણ એ જ રીતે દર્શન કરાવે છે અને તેની પૂજા કરાવે છે. આ સંસ્કારને સૂર્ય દર્શન કહે છે.