________________
(૨૦) શ્રાવકે અંધારું થતા પહેલાં ખાઈ લેવું જોઈએ. અતિ ધનિષ્ટ તે દિવસમાં એક જ વાર ખાય છે અને ખાતા પહેલાં સાધુને કે ભુખ્યાને ખાવાનું આપવું જોઈએ.
* શ્રાવક રાતે સુવા જાય છે, ત્યારે ફરી ધામિક મંત્ર ભણે છે અને પવિત્ર વિચારોમાં લીન થાય છે, જેને પરિણામે એને શુભ સ્વમ આવે.
હિન્દુધર્મની અસરથી ઘણા દિગમ્બર જેનો વૈદિક હેમાગ્નિને પણ માને છે; આદિપુરાણ ૩૪૭–૩૪૮ ને મતે પ્રભાત–મધ્યાન્હસાયંકાળે એમ ત્રણ વાર ત્રાષભનાં અન્યેષ્ટિ સંસ્કારનાં સમરણમાં અગ્નિ કર જોઈએ.
વૈમિત્તિક કર્મ મિણ શ્રાવકેનું જન્મથી તે મરણ પર્યતનું સમસ્ત જીવન ધાર્મિક કર્મક્રિયાઓથી પરિપૂર્ણ હોય છે. આમાંની ઘણું કર્મ ક્રિયા તેમને અને હિન્દુઓને સામાન્ય છે અને કેટલેક અંશે હિન્દુઓના ધર્મમાંથી જ એમણે લીધેલી હોય એમ જણાય છે. કેટલીક વિશેષ ક્રિયાઓ જુદા જુદા સમ્પ્રદાયમાં ને જુદા જુદા દેશમાં જુદી જુદી રીતે થાય છે. એ પૂર્વ કાળે પણ એક સરખી થતી નહતી. આજે વેતામ્બરેમાં જે કિયાઓ થાય છે તેની ઉંધ વિગતેમાં અને ભેદમાં ઉતર્યા વિના જ તેમાં જે મહત્ત્વની છે તેનું સંક્ષિપ્ત દિગ્ગદર્શન કરી જવાને અહીં પ્રયત્ન કરીશું. કંપ
મનુષ્યજીવનને લગતા જે સંસ્કાર કરવાના હોય છે તેમાંના કેટલાક તે તેના જન્મ પહેલાં કરવાના છે. જ્યારે માતા ગર્ભવતી થાય છે ને તેને ગર્ભ પાંચ માસને થાય છે, ત્યારે બ્રાહ્મણને બેલાવે છે ને પધાન સંસ્કાર કરાવે છે. તે પ્રસંગે ગર્ભિણીને તેના પતિની ડાબી બાજુએ બેસાડે છે, તેના વસ્ત્રને છેડે તેના પતિના વસ્ત્રની સાથે બાંધે છે તેના ઉપર પવિત્ર જળ છાંટે છે અને શાન્તિદેવીનું સ્તોત્ર અને બીજા પવિત્ર મંત્ર ભણીને આશીર્વાદ આપે છે. અસુરેથી, વનપશુઓથી અને બધા પ્રકારના ભયથી માતા તથા