________________
(૨૨) તે જ દિવસે રાશન સંસ્કાર કરવામાં આવે છે. માતા સ્તનમાંથી બાળકને દૂધ પીવરાવે એ વિષયને વિધિ ગુરુ કરાવે છે અને બાળક નિગી તથા દીર્ધાયુ રહે એમ મંત્રથી આશીર્વાદ આપે છે.
જન્મ પછી ૬ ઠ્ઠી રાત્રે ગુરુ સૂતિકા ગૃહમાં પણ સંસ્કાર કરાવે છે. એ સંસ્કારમાં બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈન્દ્રાણી, ચામુણ્ડા અને ત્રિપુરા એ આઠ માતાઓની–રક્ષણદેવી ઓની–પૂજા કરવામાં આવે છે. મંત્રવડે તેમને આમંત્રણ દેવામાં આવે છે, ત્યાં પધારવાની પ્રાર્થના કરવામાં આવે છે અને પછી એમની સુગન્ધ,પુષ્પ, ધૂપ-દીપ-અક્ષત-અને નૈવેદ્ય પૂજા કરવામાં આવે છે,બાળરક્ષણની માતા ષષ્ઠીની પણ એજ રીતે પછી પૂજા થાય છે. રાતે બાળકની માતા સાથે કેટલીક સોવાસણ સ્ત્રીઓ જાગરણ કરે છે. બીજે દિવસે સવારે “માતાજી! આવ! અતુ!” એમ કહી ગુરુ એકેએકે સે માતાઓને વિદાય કરે છે, પછી મંત્રેલા જળથી બાળક ઉપર સાંચન કરે છે અને આશીર્વાદમંત્ર ભણે છે.
પ્રસવને કારણે માતા અશુદ્ધ થઈ ગણાય છે. એ અશુદ્ધિ અમુક દિવસ પછી ટળે છે અને જુદી જુદી નાતેમાં એ દિવસેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. બ્રાહ્મણે ૧૦ દિવસ પાળે છે, ક્ષત્રિય ૧૨, વૈશ્ય ૧૬ દિવસ અને શુદ્ર એક માસ પાળે છે. એ કાળ પૂરે થયે બાળક, માતા તેમજ કુટુમ્બીજને સ્નાન કરે છે અને ગુરુ તેમને શુદ્ધ કરે છે. આ સંસ્કારને શુરા સંસ્કાર કહે છે.
ઉપરના સંસ્કારને જ દિવસે અથવા બે ત્રણ દિવસ પછી વામજરા સંસ્કાર કરવામાં આવે છે. કુટુમ્બનાં સૈ મનુષ્ય એકઠાં થાય છે, ગુરુ આવે છે ને સાથે જોશી પણ આવે છે; પછી કાગળનાં ભુંગળામાંના જન્માક્ષર જોશી ઉકેલે છે. ૧૨ સેનાના,–૧૨ રૂપાના૧૨ ત્રાંબાના સિક્કા, ૧૨ ફળ, ૧૨ શ્રીફળ ને ૧૨ બીજાં ફળ વડે સગાં સંબંધીઓ લગ્નના અને બીજાં ૧૨ નક્ષત્રની પૂજા કરે છે. તેવી જ રીતે એ સર્વે નવ નવ વસ્તુઓ વડે નવ ગ્રહની પૂજા કરે છે. પછી કુટુમ્બીઓએ તે બાળકનું નક્કી કરેલું નામ ગુરુ એક ફેઈના કાનમાં કહે છે. ત્યારપછી સૌ જિનમન્દિરમાં જાય છે,