________________
( ૪૧૭ )
નાં ભૂત તેને અનેક પ્રકારના દુઃખમાં ને મંદવાડમાં નાંખે છે એમ મનાય છે. તેમને શાન્ત કરવાને ભુવાને મેલાવે છે, ભુવા મંતરજંતર ભણે છે, માંદાને શરીરે રાખ લગાવે છે, તેને માદળિયાં મધે છે અને એમ અનેક રીતે ભૂતને ઝડી કાઢવાના પ્રયત્ન કરે છે. વળી ભૂતને વળગાડ દૂર કરવાને માટે અમુક દિવસે તેને બાકળા મૂકે છે, અથવા જે વૃક્ષમાં એ રહેતુ મનાય છે તેની ચારે ખાજી પાણીની ધાર કરવામાં આવે છે અથવા તેા ખીજી રીતે એ ભૂતને પ્રસન્ન કરવાના પ્રયત્ન થાય છે.
વળી બીજા ધર્મના અનુયાયીઓની પેઠે જૈનો પણ ભુંડી નજરને માને છે. કેટલાક માણસેાને એવી ભુંડી નજર સહેજે લાગે છે; અનેક કારણે લાગે છે; જેમકે માતાના શરીર સાથે સંબંધ રાખતા બાળકને નાળ વધેરતાં તેમાંથી નિકળતુ લેાહી જેની નજરે પડે છે તેની પણ નજર લાગે છે.૧૮ જેએ ખાસ કરીને રૂપાળા હાય છે, કે ડાહ્યા હોય છે કે બીજી રીતે સુખી હોય છે તેવા વિશિષ્ટ માણસાને પણ નજર લાગતી મનાય છે. કાળા રગના ઉપયાગથી એવી નજરને વાળી દેવાય છે; તેટલા માટે વાર તહેવારે સુન્દર વસ્ત્ર પહેર્યાં' હાય તેવી સ્ત્રીના વસ્ત્રને કાળા દ્વારા ખાંધે છે અથવા રૂપાળા બાળકને ગાલે મેશના ચાંલ્લા કરે છે. એવે જ હેતુએ વરકન્યાના સુખની મીઠાશમાં કંઈક ખટાશના પાસ દેવાને માટે લગ્ન પ્રસ ંગે વરની પાઘડીમાં કે કન્યાના વસ્રમાં લીંબુ ખાંધવાના રિવાજ છે. ખાળકને તાવ આવે છે ત્યારે તેને નજર લાગી છે એમ લેાક કહે છે; એને સાજો કરવાને માટે એક વાડકામાં રાખ, મીઠું, દાણા, રાઈ અને એવા બીજા પદાર્થો મૂકે છે ને પછી તે વાડકા માંઢાની પથારી નીચે-મૂકે છે. જ્યારે માંદે સાન્ત થાય છે ત્યારે તે વાડકાની ચીજો ચકલે ઢાળી આવે છે.
અહીં વર્ણવેલા જાદુપ્રયાગા અને રિવાજો ઉપરાંત બીજા પણ અનેક વહેમે જૈનો માને છે, પણ તે બધા અહીં વર્ણવવાતું પ્રચેાજન નથી. વળી ભરતખંડમાં જૈનો અનેક રીતે મેલી
૧૩