________________
એકમેકની સાથે ગાઢ સહચાર રાખે છે અને જ્યોતિષ તે માત્ર એટલું જ કરી શકે કે તેથી અમુક માણસનાં કર્મફળ ગ્રહદ્વારા જાણી શકાય. આ મતને સ્વીકાર કરીને જે દરેક તીર્થકરના જીવનના પાંચ મહાપ્રસંગે (કલ્યાણકે)ની સાથે પણ અમુક નક્ષત્રને સંબંધ
ડે છે ને માને છે કે ત્યારે ચન્દ્ર તે પ્રસંગે તે નક્ષત્રમાં હતા. વળી જૈન તિષીઓ દરેક તીર્થકરનો એકેક ગ્રહ સાથે પણ સંબંધ
જે છે-૬ ઠ્ઠા તીર્થકર સાથે સૂર્યને ૮ મા સાથે ચન્દ્રને; ૧૨ માં સાથે મંગળને; ૧૩ મા, ૧૪ મા, ૧૫ મા, ૧૬ મા, ૧૭ મા, ૧૮ મા, ૨૧ મા અને ૨૪ મા સાથે બુધને ૧ લા, ૨ જા, ૩ જા, ૪ થા, ૫ મા, ૭ મા, ૧૦ મા અને ૧૧ મા સાથે બૃહસ્પતિને ૯ મા સાથે શુકને; ૨૦ મા સાથે શનિને ૨૨ મા સાથે રાહુને અને ૧૯ મા અને ૨૩ મા સાથે કેતુને સંબંધ જોડે છે. મંત્રે ભણીને અને ભેટ ધરાવીને ગ્રહોની પૂજા કરવામાં આવે છે, તેમનાથી થતી અસરને અમુક શાન્તિ પાઠથી ને તેવી કિયાએથી નષ્ટ કરવામાં આવે છે.
જૈનધર્મના ગ્રન્થોમાં ગ્રહોની શક્તિ વિષે સામાન્ય રીતે સ્વીકાર કરવામાં આવે છે અને તેથી તેમને ધાર્મિક ક્રિયાઓમાં પણ સ્થાન મળેલું છે, પણ ભૂતપ્રેતની સત્તા વિષેની માન્યતા તે માત્ર લોકિક છે અને બુદ્ધિશાળી જૈનો એને માનતા નથી.
માણસનાં દુઃખ ભૂત વધારી શકે એવી માન્યતા સામાન્ય રીતે સર્વત્ર, સ્ત્રીઓમાં ને અભણમાં તે ખાસ ઘર કરી રહી છે. જખની (યક્ષિણી) એટલે કે મરી ગયેલી સ્ત્રી બાળકોને ખાસ નડે. જ્યારે કેઈ બાળક માંદું પડે, ત્યારે લોક કહે છે કે એની મરી ગયેલી ઓરમાન મા એને નડે છે અને ઘરની પ્રતિમાઓસાથે એ માની પણ ધાતુની પ્રતિમા રાખીને તેની પૂજા કરવાનું સૂચવે છે. જે બાળક સાજું થાય તે માનેલી માનતા પૂરી કરવામાં આવે છે; મૂર્તિની આગળ સેવાસણ (સૌભાગ્યવતી સ્ત્રી) ને નેતરવામાં આવે છે, તેમને જમાડવામાં આવે છે ને કંઈક ભેટ આપવામાં આવે છે. બાળક મેટું થતું જાય તેમ તેમ વિવિધ પ્રકાર