________________
( ૫) બંધાયેલાં હોય છે, પણ પૂર્વજન્મનાં કર્યા કમને ફળે એમને એવી સ્થિતિ પ્રાપ્ત થયેલી હોય છે કે મનુષ્યના નશીબ ઉપર શુભ કે અશુભ અસર કરી શકે. જગતના બન્ધનમાંથી મુક્ત થયેલા જીને તે સ્વાભાવિક રીતે જ એ કશુંય ન કરી શકે, પણ બીજા બધાને અમુક સીમામાં સુખ અને દુઃખ આપી શકે અને તેથી એ સૌ તેમને તૃપ્ત કરવાને અને તેમની કૃપા પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે છે.
બધી પ્રજાઓમાં પૂજા અને મંત્ર તંત્ર એકમેકની સાથે જ ચાલ્યાં આવે છે. એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ જૈનોમાં પણ નથી. કારણકે તીર્થકરેની પૂજા ઉપરાંત એમણે હિંદુઓનાં અનેક દેવ દેવીએની પણ પૂજા સ્વીકારી છે અને આ પૂજામાં મંત્રતંત્રનું પરિબળ વધારે છે. આથી જૈન જ્યારે ગણેશની કે માતાની પૂજા કરે છે, ત્યારે એ પૂજા પિતે શુદ્ધ થવાને નહિ, પણ તેની કૃપા પ્રાપ્ત કરવાને અને ઐહિક કે આમુષ્મિક સાંસારિક લાભ પામવાને કરે છે. એ દેવની પૂજાને સામાન્ય વિધિ તે આપણે પાછળ વર્ણવી ગયા છીએ એટલે હવે તે આ પ્રકારની પૂજાના ખાસ વિધિ વિષે જ વર્ણન કરીશું. આ પ્રકારની પૂજાના દેવે તે નીચ પ્રકારનાં સ હોય છે.
મનુષ્યના ભૈતિક જીવન ઉપર અસર કરનાર સૌથી પ્રથમ તે આકાશનાં તત્ત્વ છે અને તેમાં ખાસ કરીને ૯ ગ્રહ ( નરી આંખે દેખાતા પાંચ ઉપરાંત સૂર્ય, ચન્દ્ર, રાહુ ને કેતુ), ૧૨ રાશી ને ૨૮ નક્ષત્ર છે. માણસને જન્મસમયે આકાશમાં એ જે સ્થાને હોય છે, તે નવા જન્મેલા બાળકના નશીબ ઉપર પુષ્કળ અસર કરે છે. તે ઉપરાંત રાશીનું સ્થાન વધારે મહત્ત્વનું ગણાય છે, કારણકે ઉપનયન, વિવાહ, દીક્ષા વગેરે સર્વે મહત્ત્વના સંસ્કારમાં શુભમુહૂર્ત પસંદ કરવામાં આવે છે. જૈનોનું ગણિત તેમજ ફલિત જોતિષ મેટે ભાગે હિન્દુઓને મળતું આવે છે, પણ અમુક અમુક મહત્વના વિષયમાં જુદું પણ પડે છે. (પૃ. ૨૪ર સરખાવશે) બધા ભારતવાસીઓની પેઠે જૈનો પણ માને છે કે કર્મના નિયમ વિરૂદ્ર ગ્રહનું કશુંય પરિબળ ચાલી શકે નહિ; કર્મ અને ગ્રહ