________________
(૧૪) ક્રિયા કરતા પહેલાં બીજી કેટલીક તૈયારીઓ કરવી ઘટે છે. તેટલા માટે પૂજા કરનાર પિતાને કપાળે અને કાને કેશરનાં અમુક ચિન્હ કરે છે તેમજ હાથ ઉપર, છાતીની વચમાં ને કંઠ ઉપર રેખાઓ તાણે છે.
દેવની પૂજા સાધારણ રીતે દિવસમાં ત્રણ વાર થાય છે. પૂજા પાછળ પૃ. ૪૦૬ ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટધા હોય છે. પ્રતિમાની જલપૂજા તે દિવસમાં એક જ વાર થાય છે, બાકીની બીજી બધી પૂજાઓ વારેવારે થાય છે. શુદ્ધ પુરૂષ અને જેમણે સ્નાન કર્યું હોય અને વિધિસર સ્વચ્છ વસ્ત્ર પહેર્યા હોય તે જ પ્રથમની ત્રણ પૂજા–જલપૂજા, ચન્દનપૂજા અને પુષ્પપૂજા–કરી શકે, કારણકે એમાં પ્રતિમાને સ્પર્શ કરે પડે છે. બાકીની બધી પૂજાએ મન્દિરમને કઈ પણ માણસ, સ્ત્રીઓ સુદ્ધાં, કંઈ પણ ખાસ તૈયારી વગર કરી શકે છે.
અમુક વાર તહેવારે ઘણાં મદિરમાં અભિનય પણ કરવામાં આવે છે. તે વારે દશ બાર બાળક વિવિધ વાઘ સાથે ગાય છે ને નૃત્ય કરે છે. એ બાળકે અભિનયને અનુકૂળ નાટ્યવસ્ત્ર પહેરે છે અને શરૂઆતમાં સૈ સાથે નૃત્ય કરે છે, ત્યારપછી બેબે મળીને નૃત્ય કરે છે ને બીજા બાળકોએ પોતાના હાથ ઉંચા કરીને બનાવેલા દરવાજામાં થઈને નીકળી જાય છે. દરેક અંકને અને તીર્થકરની પ્રતિમાઓ સામે ઉભા રહીને તેત્ર ગાય છે ને નમન કરે છે. એ વાત જાણવા જેવી છે કે (કમમાં કમ વેતા
મ્બર પન્થમાં ) સ્ત્રીઓ અને વિધવાઓ પણ પૂજામાં ભાગ લઈ શકે છે.
મંત્ર તંત્ર. હિન્દુઓની અને બીજા ધર્મના અનુયાયીઓની પેઠે જેનો પણ, વ્યકિતના તેમજ સમષ્ટિના નશીબ ઉપર શુભ કે અશુભ અસર કરનાર અમાનુષિક સને માને છે. આ સર્વેમાં અમુક સીમાબદ્ધ જ શકિતઓ હોય છે અને તેઓ પિતે પણ શાશ્વત જગતચક્રને નિયમે તેમજ કર્મને અને પુનર્જન્મને નિયમે પણ