________________
(૩) પૂજારી મંદિરમાં પ્રતિમાની પૂજા કરે છે, તેને સંઘ તરફથી પગાર તેમજ ભેટમાંથી કંઈક ભાગ મળે છે. એ પૂજારી બ્રાહ્મણ અથવા બીજી કઈ નાતને એટલે કે વાણિયે, માળી, કણબી, બારેટ કે બીજો કોઈ હોય છે. દિગમ્બરે તો જૈનને જ. પૂજારી રાખે છે, પણ વેતામ્બરે તીર્થકરને માનતો ન હોય એવાને પણ તીર્થંકરની પૂજા કરવા રાખે છે, તે કઈ પણ નાતને હિન્દુ હોય, પણ માંસાહારી અને મદ્યપી તે ન જ હો જોઈએ. વળી અમુક અમુક કિયા તે ધાર્મિક શ્રાવકે પોતે પણ કરે છે અને એમ કરવામાં પુણ્ય થતું માને છે. અમુક અમુક ક્રિયા કરવાને હક્ક લેવા માટે અમુક પૈસા આપવા પડે છે. મેટાં મંદિરમાં તે અનેક શ્રાવકે એ પુણ્યકાર્ય કરવાની ઈચ્છા રાખે છે અને એકમેક સાથે એટલા માટે એવી સ્પર્ધા કરે છે કે પેલી કે બીજી પૂજા કરવાના હક માટે પૂજારી રીતસરની હરરાજી કરે છે. આ હરરાજીમાં સામાન્ય રીતે અમુક શેર ઘીથી એ હક ખરીદાય છે; વાસ્તવિક રીતે તે એ ધી આપવામાં આવતું જ નથી, પણ એની કિંમતના રૂપિયા આપવામાં આવે છે. એ કિંમત આપતાં ઘીને જે આજને ભાવ છે તે ગણવામાં આવતું નથી, પણ ઘણું કરીને બહુ વર્ષો પૂર્વે કે અમુક વર્ષે જે કઈ ભાવ હતું તે ને તે જ આજસુધી ગણવામાં આવે છે.
જે માણસ સર્વથા શુદ્ધ હેય તે જ પૂજામાં ભાગ લઈ શકે. એટલા માટે પૂજા કરનાર, પૂજા કરવા પેસે તે પહેલાં, નહાય છે અને અમુક વસ્ત્ર પહેરે છે. એ વસ્ત્ર મોટે ભાગે મન્દિરના આગલા ખંડમાં રાખવામાં આવે છે. વસ્ત્રમાં મુખ્યત્વે કરીને છેતી ને ઉત્તરાસન હોય છે, ત્યારપછી પૂજાના ઉપયોગમાં લેવાતાં કેટલાંક વાસણ હોય છે અને વળી મુખપટ્ટી, આસન ને નાને ચરવળ હોય છે. દેવપૂજાને સમયે ઘણું કરીને જોઈ પણ પહેરવામાં આવે છે. મંદિરમાં જે વસ્તુઓ આણવામાં આવેલી હોય તે પછી સંસારકાર્યમાં વાપરી શકાય નહિ; તેથી પૂજા કરનાર એ સૌ વસ્તુઓને પોતાના ગજવામાં મૂકી રાખે છે. ધાર્મિક