________________
એવાં સાં મોટાં નગરમાં એક કે વધારે મન્દિર હોય છે. અને કેટલીક વાર તે જરૂર કરતાં પણ વધારે હોય છે, એટલું જ નહિ પણ કેટલેક સ્થળે તે પુષ્કળ મન્દિર, એક એકને અને રહેલા હોય છે. મધ્યપ્રાન્તોમાંના છત્રપુર રાજ્યમાં ખજૂરાહો નામે સ્થાને, રાજપુતાનામાં આબુ ઉપર, કાઠિયાવાડમાં શત્રુંજય અને ગિરનાર ઉપર આવા પ્રકોરનાં પ્રખ્યાત મન્દિર છે. આ મન્દિરનગરને જેયાથી પ્રવાસીના મન ઉપર બહુ ભવ્ય છાપ પડે છે. જ્યારે એ મન્દિરે મન્દિરે ફરે છે અને ગોખે ગેખે તીર્થકરેનાં બિંબને ગાઢ શાન્તિમાં પ્રફુલ્લવદને જુએ છે ત્યારે જાણે પોતે કે જાદુગમાં હોય એમ એને લાગે છે.
જૈનમન્દિરના અન્દરના ભાગમાં પણ એવી જ છાપ પડે છે. ધૂળકટ ભર્ચે ઝાંખે દિવસે તાપમાંથી આરસના બનાવેલા મંદિરની શીતળ છાયામાં જે જાય છે તેના મન ઉપર ત્યાં બિરાજતા વીતરાગ જિનની ગાઢ શાન્તિથી કંઈ અજબ છાપ પડે છે. મન્દિરના સ્તર્ણોની ને કમાનાની સુન્દરતાથી અને સુરેખતાથી તેમજ મંડપની શુદ્ધતાથી પણ એવી જ છાપ પડે છે. બેશક બધાંય મન્દિર કંઈ કળાની દષ્ટિએ સરખાં સુન્દર હેતા નથી, વર્તમાનકાળમાં કળાની દષ્ટિશૂન્યતાથી અને શણગારના ઢગલા કરી નાખવાથી તેમાંથી પૂજ્યભાવનાની લાગણી નષ્ટ થાય છે, અને એવાં કલાહીન મકાને તે આજે જૈનેતર લોકોમાં પણ પુષ્કળ થાય છે.
મંદિરમાં મુખ્ય પ્રતિમા મૂળનાયકની એટલે અમુક જિનની હોય છે અને મન્દિરના એ અધિષ્ઠાતા દેવ છે, તેમજ બીજા તીર્થકરેની અને તેમને પૂજનારા યક્ષેની ને દેવેની પણ પ્રતિમાઓ હોય છે. વળી અનેક મન્દિરેમાં (બેશક સા જૈન સમ્પ્રદાયનાં મન્દિરેમાં તે નહિ જ) હનુમાન, ભૈરવ, માતા આદિ હિન્દુધર્મની દેવદેવીઓની પ્રતિમાઓ પણ હોય છે. ધાર્મિક ઉપગને માટે કેટલીક વસ્તુઓ ગોઠવેલી હોય છે, તેમાં મુખ્યત્વે કરીને ભંડાર, લાકડાની પેટી, તીરપાઈ, ઘંટ, ધૂપદાની તેમજ વિવિધ પ્રકારનાં વાસણું હોય છે.