________________
(૪૧૧ ) બાજુએ ગેખ ને ભેચર હોય છે ને તેમાં તીર્થકરની પ્રતિમા હોય છે અને એ સા ઉપર મન્દિરને ઘુમ્મટ આવેલે હેાય છે. મન્દિરની સામે ચેક હોય છે ને તે ઘણું કરીને ખડે હાય છે અને એ સમસ્ત પવિત્ર પ્રદેશની ચારે બાજુ જાત્રાળુઓને ઉતરવાની ધર્મશાળા હોય છે. ઉત્તર અને દક્ષિણ ભારતનાં ( ત્યાં બસ્તી કહે છે) જેનમન્દિરે કળામાં ને રૌલીમાં ગમે તેટલાં જુદાં હશે તેય એક જ પ્રકારે બાંધેલાં પણ હોય છે."
ઉત્તરમાં તેમજ દક્ષિણમાં ચતુર્મુખ દેવાલય બાંધવાનું વલણ વધારે છે. એ દેવાલયને ચાર દ્વાર હોય છે ને તેમાંના દરેક દ્વારે થઈને એક અથવા અનેક તીર્થંકર પ્રતિમા સમીપ જઈ શકાય છે."
દક્ષિણમાં વળી દેવાલયો એક જુદા જ પ્રકારને ઘાટે બંધાય છે. દક્ષિણ કાનડામાં મૂહૂબિદ્રિની (મૂદમ્બિરે) કેટલીક બસ્તીઓને એક ઉપર એક એમ બે કે ત્રણ પડાળ હોય છે ને તેથી તે નેપાળનાં દેવાલય અથવા ચીનના બુરજ જેવી દેખાય છે, કાષ્ઠસ્થાપત્યની કારીગરી આ બસ્તીઓમાં કંઈક દીસી આવે છે. બીજા એક પ્રકારનાં ધાર્મિક મકાન તે દક્ષિણમાં જ દષ્ટિગોચર થાય છે. એને બેદા કહે છે. શ્રવણબેલગેલામાં અને બીજા સ્થળોએ ગમ્મટની પ્રતિમાઓની ચારે બાજુ આવાં મકાન છે, એ મકાન ઉપરથી અને બાજુએથી ખુલ્લાં હોય છે. - અનેક જૈન દેવાલયની આગળ એક પ્રકારડ સ્તંભ ઉભે કરેલ હોય છે, એને માનસ્તમ્ભ કહે છે. એને ચારે બાજુએથી શણગારેલા હોય છે. માનસ્તંભ અને મન્દિરની વચ્ચે કઈ કઈ વાર વજાસ્તમ્ભ પણ હોય છે. એ સ્તમ્ભ લાકડાને હોય છે ને એને તાંબાને પતરે મહેલે હોય છે. '
શ્રાવક ધનાલ્યોના દાનથી જ સર્વે મન્દિર બંધાયાં છે. આજે પણ એવા દાનવડે કિંમતી માલમશાલાથી ભવ્ય મન્દિર બંધાય છે; અનેક શ્રાવકે આરસપહાણનાં મન્દિરે બંધાવે છે. વળી એવાં મન્દિર અનેક બંધાય છે ને નાના નાના સંઘે પણ પિતાનાં આગવાં મંદિર બંધાવે છે. મહાવીરના અનુયાયીઓ જ્યાં હોય