________________
(૪૦૯) એક પ્રકાર સ્તૂપ છે અને તે જેનસ્થાપત્યના આરમ્ભકાળમાં જ વિકાસ પામ્યું હતું. મહાપુરૂષના કેઈ અવશેષને સાચવી રાખવાને કે ધાર્મિક ઈતિહાસના અમુક પ્રસંગને સ્મરણમાં રાખવાને હેતુએ સ્તૂપ બાંધવામાં આવતા, એ વાત પ્રસિદ્ધ છે. સ્તૂપ અર્ધગુલીના આકારને હોય છે, ચેરસ પાયા ઉપર ચણેલે હોય છે અને શિખરપ્રદેશમાં છત્રને (રાજચિન્હ) ઘાટ હોય છે. એની અંદર ચારે બાજુએ ફરવાને માર્ગ હોય છે. એ સિાની ચારે બાજુએ કઠેરે હોય છે ને તેને ચાર દિશાએ ચાર દરવાજા હોય છે. સ્તૂપ ખાસ કરીને બદ્ધો બાંધતા ને તેની અંદર નિર્વાણ પામેલા મહાત્માઓના અવશેષ રાખતા, આથી કરીને પહેલાં એમ માનવામાં આવતું કે બધા સ્તૂપ વિના અપવાદે બૌદ્ધોના જ છે; પણ ત્યારપછી એ. ફરરને (a. Fibrer) મથુરા પાસે એક જૈનસ્તૂપ જ આવ્યું ને રામનગરમાં બીજો એક મળી આવ્યું, ત્યારથી ખાતરી થઈ કે જૈનો પણ સ્તૂપ બાંધતા. જો કે તેઓ અવશેષ રાખતા નહેતા વળી વેતામ્બર ગ્રન્થમાં સ્તૂપ વિષે ઉલ્લેખ છે એમ લેઈમાને પણ બતાવી આપ્યું છે. જી. બ્રેઈલર માને છે કે ચૈત્ય શબ્દ પ્રથમ મન્દિરના ભાવને સૂચવતું નહોતું, પણ સ્વર્ગવાસી ગુરુના સ્મરણને અર્થે બાંધેલા સ્મારકચિન્હના ભાવને સૂચવતે હતે. કેટલાંક ઐવિષે ધર્મગ્રન્થમાં વર્ણન આવે છે તેમાં લખ્યું છે કે એમની ઉપર છત્ર છે; અને છત્ર તે સ્તૂપ ઉપર હોય છે. બીજું કઈ દેવાલય ઉપર હેતું નથી. મથુરામાં પત્થર ઉપરનું એક ચિત્ર મળી આવ્યું છે, તેમાં સ્તૂપ અને તેની પૂજા કરતા કિન્નર અને ગરુડ અથવા સુપણ દેવે ચીતર્યા છે. પછીનાં કાળમાં શ્રીપૂજ્યનાં અથવા તે બીજા કોઈ પ્રખ્યાત સાધુનાં સમારક સ્વપને બદલે બીજે પ્રકારે ૨ખાવા માંડ્યા. રાજપુતાનામાં એ પ્રકારના સ્મારકને છત્રી કહે છે ને એ રાજપુત રાજાના સ્મરણમાં બંધાવાતી છત્રીના (રિક્તસમાધિ) ઘાટની હોય છે. પાલીતાણાના એક લેખમાં લખ્યું છે કે પ્રખ્યાત હીરવિજય (પૃ. ૬૮) ઉપવાસ (અનશન) કરી સ્વર્ગવાસી થયા, ત્યારપછી એમની પાદુકા આદીશ્વરના દેવાલયની