________________
( ૧૦૮ )
દરવાજા ઉપર તેમજ દાખણીઓ ઉપર તેા કાતરકામ ડાય છે, ખાકી ઉપાશ્રયમાં પ્રતિમાને જેવી અલંકાર શાલા હાય છૅ, તેવુ કશુ હાતુ નથી. પ્રાચીન કલ્પસૂત્રમાં લખ્યું છે કે ચીતરેલી ભીંતાવાળા મકાનમાં સાધુ-સાધ્વીઓએ રહેવુ નહિ અને એ જ વિધિ આજે પણ ઉપાશ્રયમાં પળાય છે.
ઉપાશ્રયમાં સાધુ અથવા સાધ્વી પાતાના અનુયાયીઓને ઉપદેશ આપે છે, તેમનાં પ્રતિક્રમણ સ્વીકારે છે (કરાવે છે) અને તેમને ધાર્મિક શિક્ષણ આપે છે. પણ ત્યાં કોઈ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી. પૂજા કરવાને માટે તા જુદા જ પ્રકારનાં મોટાં ભવ્ય જિનમદિરા કરેલાં ડાય છે.
જૈનોમાં પણ સ્થાપત્યકળા ભારતની કળા સાથે સમાનભાવે જ વિકાસ પામી હતી. એ ધર્મીમાં પણ સ્મારકચિન્હો રાખવાની ભાવના તીર્થંકર પછી થેાડા જ કાળમાં જાગ્રત થઈ હતી, પણ છતાં ચે ઈસ્વીસનની પૂર્વેના પહેલા સૈકાનાં પણ એવાં કાઇ સ્મારક આજે મળી આવતાં નથી. એનું કારણ એ છે કે પ્રાચીન કાળે ખીજા ભારતવાસીઓની પેઠે જૈનો પણ લાકડાંનાં મકાન બાંધતા હતા. તે મકાન હવાપાણીના સપાટા સામે બહુ ટકી શકે નહિ અને તેથી જ પ્રાચીનકાળનાં કાઈ મકાન આજ સુધી ટકી શકયાં નથી. યુરેપિયન સંશોધકોના આ મત સામે જૈના જરૂર વાંધા ઉઠાવે છે અને કથાએમાંથી પ્રમાણ આપે છે કે અમારામાં અતિ પ્રાચીન કાળથી પત્થરનાં દેવાલયેા ને મહેલ બંધાતા આવ્યા છે. પણ ભારતના પ્રાચીન ઇતિહાસ જોતાં યુરેપિયન મત સાથે લાગે છે એટલું જ નહિ, પણ પાછળના કાળની એક પ્રકારની સ્થાપત્ય પ્રણાલીથી એ મતને અનુમેાદન મળે છેઃ મન્દિરાની કમાનાને ને ઘુમ્મટને ટેકવનારા પત્થરના થાંભલા ઉપર તેમજ એ મન્દિરાની અંદરના ભાગના આરસ ઉપર અતિ સુન્દર અને સૂક્ષ્મ કાતરકામ કરેલું હોય છે તે સ્પષ્ટ રીતે લાકડકામને અનુસરતુ છે ને પાછળથી એનું અનુકરણ પત્થર ઉપર કરવામાં આવેલુ છે. જૈનોનું સ્થાપત્ય અનેક પ્રકારે વિકાસ પામ્યું છે. એમાંના