________________
(૪૦૭) આતિ કરવી, ૬ અક્ષતપૂજા-અક્ષત ચઢાવવા, ૭ નેવેદ્ય પૂજામીઠાઈ વગેરેને થાળ ધરાવ, ૮ ફળપૂજા-કેળાં, શ્રીફળ, નારંગી, બદામ વગેરે ફળ ચઢાવવાં.
પૂજાના આ મુખ્ય વિધિ ઉપરાંત, પ્રતિમાના માનમાં વજા ચઢાવવી, તેની સામે વાઘ સાથે નૃત્ય કરવું વગેરે બીજા વિધિ પણ છે..
* ધાર્મિક સ્થાને જેનોનાં ધાર્મિક સ્થાને તેમની ભાવના અનુસાર વિવિધ પ્રકારનાં હોય છે. સાધુઓને અને સાધ્વીઓને ધાર્મિક જીવન ગાળવાનાં હોય છે ને તેથી તેમને માટે બધા સય્યદામાં ઉપાશ્રય હોય છે. ઉપાશ્રય એ ધર્મસંઘનું મુખ્ય સ્થાન છે. ઉપાશ્રયને નિભાવ શ્રાવકે કરે છે. ત્યાં તેઓ પોતાની સભાઓ ભરે છે, સાધુઓ ખાસકરીને સાધ્વીઓ ત્યાં જ રહે છે. ઉપાશ્રયમાં ઘણું કરીને બે માળ હોય છે. એ લંબચોરસ હોય છે, લાકડાના ને ઈંટોના બાંધેલા હોય છે, એનાં છાપરાં ઉપર નળીઓ હોય છે, એ દેશના ગૃહસ્થલેકના રહેવાના ઘરમાં ને ઉપાશ્રયમાં એકંદરે કઈ ખાસ તફાવત નથી. મુખ્ય ખંડ એટલે કે વ્યાખ્યાનશાળ ઘણું કરીને પહેલે માળે હોય છે અને તેમાં શેતરંજી પાથરેલી હોય છે. ગેઓ બુઈલરે આવી એક વ્યાખ્યાનશાળા જોયેલી, તેનું વર્ણન આ પ્રમાણે કરે છે-“એ ત્રીશેક ફીટ લાંબી ને ઘણું કરીને પંદરેક ફીટ પહોળી હશે. એની છત બહુ ઉંચી નહોતી અને તે કોતરકામ વાળા થડા થાંભલાને આધારે હતી. ભીતે ચૂને ધોળેલી હતી, બારીએમાં યુરોપિયન પદ્ધતિની કાચની તખ્તીઓ હતી. જમીન ઉપર નાળીએરની ચેટલીની (કાથીની) ચટાઈ પાથરી હતી. છેક બારણા પાસે ખસેડી શકાય એવા લાકડાના કઠેરાથી એક ખંડ જુદે પાડવામાં આવ્યું હતું, એ કઠેરાને એક દરવાજો હતે. એમ જુદા પાડેલા એ ખંડમાં એક મંચ (પાટ) હિતે, એ લાકડાને કંઇક લાંબે પહોળ તથા જમીનથી ત્રણેક ફીટ ઉંચે હતું. આ મંચની ઉપર આચાર્ય, ઉપદેશક અને ગુરૂ તેમજ તેને સહાયતા આપનાર સાધુ અથવા શિષ્ય બેસે છે. ૪૯