________________
(૪૦૪)
છે. એક કથામાં લખ્યું છે કે એ પ્રતિમા ભારતની કરાવેલી અથવા સાથી પ્રાચીન છે અને રાવણે પણ તેની પૂજા કરેલી. ગંગવંશના રાજા રાજમલ્લના મંત્રી ચામુડરાયને એક પર્વતમાં ટાઈ રહેલી અને બહુકાળથી ભૂલી જવાયેલી આ પ્રતિમા વિષે એક વેપારીએ વાત કરી. તે ઉપરથી મંત્રી પિતાની માતા અને બીજા યાત્રીજન સહિત વિધ્યગિરિના આ વિભાગની જાત્રાએ નીકળે. ચામુડરાયે સુવર્ણબાણવડે એ પર્વતને ચીરી નાખે, ત્યારે તેમાંથી ગમ્મટની પ્રતિમા દેખાઈ. મંત્રીએ એ પ્રતિમાને ઉપડાવી, કારીગર પાસે તેને સ્વચ્છ કરાવી, અને પછી તેની સ્થાપના કરાવી પૂજા કરી. બીજી કથામાં લખ્યું છે કે પિતનપુરમાં ભરતે કરાવેલી પ્રતિમાનું આદર્શ લઈને ચામુંડરાયે પિતે જ એ પ્રતિમા કરાવી હતી. જે શિલ્પીએ એ તૈયાર કરી તેનું નામ ઘણું કરીને અરિષ્ટનેમિ (અરિનેમિ) હતું, તેની સ્થાપના ઈ. સ. ૯૮૦ ના અરસામાં થઈ.
કારકલમાં (દક્ષિણ કાનડા, મદ્રાસ) ઈ. સ. ૧૪૩૨ માં કારકલના રાજા વીરપામ્હચે ગમ્મટ્ટની એવી જ પ્રતિમા કરાવી ને ત્યારપછી વળી એવી બીજી પ્રતિમા નુરમાં (અથવા ચેનરમાં–દક્ષિણ કાનડા, મદ્રાસ) ઈ. સ. ૧૬૦૪માં ચામુડરાયના ઘણું કરીને વંશજ તિમ્મરાજે કરાવી. કારકલવાળી પ્રતિમા ૪૧ ફીટથી કંઇક ઉચી અને નરવાળી ૩૭ ફીટ ઉંચી છે. બંને શ્રવણ બેલગેલાની પ્રતિમાને બરાબર મળતી છે, પણ વેનુરવાળીના ગાલમાં કંઈક રેખાઓ હોવાથી કંઈક વિકૃત હાસ્ય કુટી આવે છે એ તેના સૈન્દર્યમાં વિકૃતિ છે. ગમ્મટની બીજી એક પ્રતિમા મૈસુર નગરની દક્ષિણે ૧૫ માઈલ ઉપરના એક ખડક ઉપર છે, પણ તે માત્ર ૨૦ ફીટ ઉંચી છે.૪૨
સેન્દિર્યની યુરોપીયન ભાવનાની અને વિધાનની દ્રષ્ટિને અનુફળ આ પ્રતિમાઓ નથી એ વાત સાચી, પણ સર્વે યુરોપીયન પ્રવાસીઓ એટલું તે એકમતે ઉચ્ચારે છે કે એ અસાધારણ ભવ્ય છે. શ્રવણ બેલગોલાની પ્રતિમા વિષે ફર્ગ્યુસન લખે છે કે “ઈજીપ્ત.