________________
(૩૬)
હો પણ ધાર્મિક મંત્રાક્ષર છે અને એનું ચિહ્ન અનેક ઉભી આ રંગીત રેખાઓથી ચીતરે છે અને તેને અમુક આકાર (શી) આપવામાં આવે છે. એ આકૃતિ ઉપર શ્વેત અર્ધચન્દ્ર અને તેના ઉપર શ્યામ બિન્દુ હોય છે, એ આકૃતિના પ્રત્યેક ભાગમાં તીર્થકરની પ્રતિમાઓ ચીતરેલી હોય છે. અને તે ઘણું કરીને આ પ્રમાણે –શ્યામ બિન્દુમાં બે શ્યામ તીર્થકરે મુનિસુવ્રતની અને અરિષ્ટનેમિની, શ્વેત અર્ધચન્દ્રમાં બે શ્વેત તીર્થકરે ચન્દ્રપ્રભુની અને પુષ્પદન્તની, ઉપરની આ રાતી રેખામાં બે રક્તવર્ણ તીર્થકરે પદ્મપ્રભુની અને વાસુપૂજ્યની, ઉભી નીલ રેખામાં બે નીલવર્ણ તીર્થકરે મલ્લીનાથની અને પાર્શ્વનાથની. આકૃતિની બીજી પત રેખાઓમાં બાકીના બીજા ૧૬ તીર્થકરની પ્રતિમા હોય છે, કારણ કે તે સૈના દેહ સુવર્ણ વર્ણના હતા એમ મનાય છે. કુલ ૨૪ મૂત્તિઓ હોય છે. - ભરતખંડના બીજા ધર્મોમાં બુદ્ધનાં અથવા વિષણુનાં પાદચિન્હ જેમ પવિત્ર મનાય છે તેમ જૈનધર્મમાં પણ તીર્થકરોનાં અને બીજા સાધુપુરુષનાં પાદચિન્હ (પગલાં) પવિત્ર મનાય છે.
| દુર્ગા અને હૈરવ જેવાં દેવદેવીઓનું સૂચન કરતાં વિવિધ પ્રકા રનાં ગૂઢ ચિન્હ સેનાનાં, રૂપાનાં કે ત્રાંબાનાં પતરાં ઉપર, (આરસ) પથ્થર ઉપર, કે લાકડાનાં પાટી ઉપર કરવામાં આવે છે.
આ બધાં વિવિધ પ્રકારનાં ચિન્હ વિષે આપણે વાત કરી, તેની છેડે કે ઘણે અંશે પૂજા પણ થાય છે. દેવની પ્રતિમાઓ (જેને વિષે આપણે હવે પછીના પ્રકરણમાં વર્ણન કરીશું)ની પેઠે કંઈક અંશે એમને પણ પૂજ્ય ગણવામાં આવે છે, જોકે પ્રતિમાઓ જેટલું એમનું મહત્ત્વ નથી.
દેવપુરુષને અને ઉંચી ભાવનાઓને જ માટે આવાં ચિહે જૈનો આંકે છે એમ નથી, ભૌતિક પુરુષને માટે પણ અમુક ચિન્હ કપે છે. ગતગુરુની પૂજા કરવાને તેમને સ્થાને કોઈ ગ્રન્થ (પુસ્તક) રાખે છે અને હવેતામ્બર સમ્પ્રદાયના સાધુઓ પોતાના ગુરુના સૂચનને અર્થે અમુક ચિહે રાખે છે. તપાગચ્છના અનુયાયીઓ પ કીઓ (અક્ષ), ખરતર ગચ્છના અનુયાયીઓ ૫ ચન્દનકાણ પોતાની પાસે