________________
( ૩૭.)
રાખે છે. આ સ્થાપનાચાય આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્ત્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચનુ અથવા પાંચ સદ્ગુણાનું સૂચન કરે છે: તે દન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વી.
પ્રતિમા.
અત્યાર સુધી આપણે વિવિધ પ્રકારની જે પૂજા વિષે કહ્યું તે, જોકે સૈાને સરખી રીતે નહિ, પણ કઈને કઈ અંશે સા જૈનોને લાગુ પડે છે. પણ તીર્થંકરોની સ્થિત પ્રતિમાએની પૂજા સમ્બન્ધ જુદા જુદા સમ્પ્રદાયામાં જુદા જુદા મત છે. અનેક શ્વેતામ્બરા અને દિગમ્બરશ મૂર્તિપૂજાના સમ્પૂર્ણ પક્ષમાં છે; ત્યારે સ્થાનકવાસીએ સમ્પૂર્ણ રીતે એના વિરોધી છે. ધ્રુવાન્તર બિન્દુઓ ઉપર ઉભેલા આ એ પક્ષેાની વચ્ચે ખીજાં કેટલાક સમ્પ્રદાય પણ છે. મૂર્તિપૂજાનુ વિધાન તીર્થંકરાએ આપેલુ કે નહિં એ પ્રશ્ન ઉપર જૈનોમાં ખૂબ વિવાદ છે અને એ સમ્બન્ધ ખૂબ સાહિત્ય પણ લખાયું છે. ત્યારે મૂર્તિઓ અને એમની પૂજા વિષેના વિષય વિચારતા પૂર્વે મૂર્તિપૂજાના વિધિ અને નિષેધ વિષે ક'ઇક બેલીશું.
મૂર્તિપૂજાને માનનાર દહેરાવાસી ( પાતાની ધર્મક્રિયા દહેરામાં કરનાર ) કહે છે કે મૂર્તિપૂજા તે પરાપૂર્વથી ચાલતી આવે છે. એમના મત પ્રમાણે તે ખુદ પહેલા ચક્રવર્તી ભરતે જ અષ્ટાપદ ઉપર સુવર્ણ અને રત્નજડિત દેવાલય બંધાવ્યુ હતુ અને તેમાં ૨૪ જિનપ્રતિમા પધરાવી હતી.૪ સર્વે સમયના ધાર્મિક પુરુષોએ એમના દૃષ્ટાન્તનું અનુકરણ કર્યું છે. મહાવીરે પ્રતિમા પૂજાનુ વિધાન આપ્યું છે, એના પ્રમાણ ધર્મગ્રન્થામાંથી અનેક કાઢી આપવામાં આવે છે. ખાદ્ય પદાર્થની પૂજાનુ વિધાન એટલા માટે કરવામાં આવ્યું છે કે સ ંસારજીવનમાંથી અને તેના મેાહથી તેમજ ચિન્તાએથી જીવ વીતરાગ (રાગિવનાના) થાય છે અને ધાર્મિક વૃત્તિએ સંસારથી મેક્ષ તરફ આકર્ષે છે; જેમ ધ કથાઓ સાંભળવાથી ભક્તજનનું ધ્યાન સંકેલાય છે અને ધ તરફ વળે છે, તેમ તીર્થંકરોની મૂર્તિનાં દર્શનથી એના વિચાર અને હૃદય શુદ્ધ થાય છે અને ઉન્નત થાય છે. જિનપ્રતિમાઓનાં