________________
(૩૫) અષ્ટમંગલ મન્દિરેમાં અને સરઘસના વાવટા ઉપર બહુ ચીતરેલાં હોય છે.
ઉપરની આકૃતિ જૈન ધર્મના સિદ્ધચકની છે ને તે પ્રત્યેક જૈન દેવાલયમાં હોય છે. અષ્ટદલ પદ્યના જે એને ઘાટ છે. મધ્યેનું ચક અને આઠ દળ તે પંચ પરમેષ્ટી અને ચાર સદ્દગુણનું સૂચન કરે છે. (૧) મધ્યે અર્હત્ છે, સૌથી (૨) ઉપરના દલમાં સિદ્ધ, જમણી બાજુએ મધ્યમાં (૩) આચાર્ય, સૌથી નીચેનામાં (૪) ઉપાધ્યાય, ડાબી બાજુએ મધ્યમાં (૫) સાધુ છે, બીજા ચાર દિલમાં (૬) કન, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ છે. સિદ્ધચક ત્રાંબાના કે રૂપાના પતરા ઉપર કતરેલ હોય છે અને એનું એટલું મહત્ત્વ મનાય છે કે વર્ષમાં બે વાર (ચૈત્ર ને આસો માસમાં) એનું પર્વ પાળવામાં આવે છે. તે આંબેલની ઓળી કહેવાય છે.
વળી મંદિરોમાં પવિત્ર માનાં પણ ચિત્ર ચીતરવામાં આવે છે. 6 અક્ષર આ પ્રમાણે ચીતરવામાં આવે છે. કાળા પત્થરમાં ઉપરથી નીચે જતી અણીવાળી જાડી રેખા ડાબી બાજુએ વાંકી વળે છે, તેની ડાબી બાજુએ બે સમાન્તર આડી રેખાઓ દોરે છે, તેમાંથી ઉપરની રાતી હોય છે ને તે ઠેઠ કાળી પાટ સુધી જાય છે અને તેની સાથે કાટખુણે કરે છે, તેની નીચેની પીળા રંગની હોય છે અને તે કાળી રેખાને કાટખુણે મળે છે. આ ચિહની ઉપર એક અર્ધચન્દ્રાકાર રેખા ને તેની ઉપર કાળું ગાળ બિન્દુ હોય છે. એ બિન્દુ, અર્ધચન્દ્રાકાર રેખા અને નીચેની આકૃતિની ત્રણ આવ રેખાઓ ઉપર (કુલ ૫ ) તીર્થકરોની બેઠી પ્રતિમાઓ ચીતરેલી હોય છે.