________________
( ૩૯૩ )
પ્રતિમા પૂજા પવિત્ર ચિહ્ન.
બાહ્ય ચિહ્નો દ્વારા ધાર્મિક ભાવનાઓને ઇન્દ્રિયગોચર કરવાનુ` ભારતવાસીઓને ગમે છે. શૈવા પેાતાના કપાળ ઉપર તિય ક્ષુ ડૂ એટલે ભસ્મની ત્રણ આડી રેખાઓ કરે છે, વૈષ્ણવા ઉધ્વપુંડૂ શ્વેત મૃત્તિકાની U ના આકારની રેખાઓ કરે છે અને તેની વચ્ચે એક કાળી રેખા કરે છે, તેવી જ રીતે જૈના પણ પેાતાના કપાળમાં પોતાના ધર્મનું ચિહ્ન કરે છે, તે કપાળમાં એ ભૃકુટિની વચ્ચે કેશરને ચાંલ્લા કરે છે અને તે હૃદયના આકારના છે એમ ગણાય છે. એમ એથી ચિહ્નને ધારણ કરનાર ‘ હૃદયધર્મ ” વાળા છે એમ પારખી શકાય છે.
.
પૂજા સમયે ઉપયોગમાં લેવાતુ. ખીજું એક મહત્ત્વનુ ચિહ્ન છે. એને યજ્ઞોપવિત કે જનાઈ કહે છે. જનેાઇને ત્રણ સૂત્ર હાય છે, જે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ સૂચવે છે. એમ. બ્રાહ્મણા માને છે; જેના માને છે કે એ ત્રણ સૂત્ર રત્નત્રય ( જ્ઞાન, દર્શન, ચારિત્ર ) ને સૂચવે છે, અથવા તા ભૂત, વમાન અને ભવિષ્યના તી કરાને સૂચવે છે. જૈના નિત્ય કમમાં ક્રમ પાંચ માળા ( નવકારવાળી ) ફેરવે છે, એ માળાને ૧૦૮ મણકા હોય છે, તે પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણુ ( અર્જુના ૧૨, સિદ્ધના ૮, આચાના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ ) ને સૂચવે છે.
બીજા ધર્માંના અનુયાયીઓની પેઠે જેના પણ ધાર્મિક સત્યાનાં આધ્યાત્મિક સ ંકેતેા સમજવાને માટે ખીજા ચિહ્નોના અને આકૃતિઓના ઉપયાગ કરે છે. એ સામાં સ્વસ્તિકનું ચિહ્ન સાથી મહત્ત્વનું મનાય છે. અનેક ધર્મોમાં સ્વસ્તિકે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેનાના સ્વસ્તિક નીચે પ્રમાણે છેઃ
૫૦