________________
(૩૯૫ ) એ બાંધવાની હોય છે. ત્યારપછી એમણે ભકતામર સ્તોત્ર બેલવા માંડ્યું .દેવપૂજાને અન્ને હમેશા આ ભવ્ય સંસ્કૃત કાવ્ય ગવાય છે. એ ગાવામાં ભકિતભાવ કરતાં શુષ્કભાવ વધારે હોય છે. જ્યાં જ્યાં મેં એ સાંભળેલું, ત્યાં ત્યાં મેં જોયેલું કે તેના ભાવ તરફ ઓછું જ ધ્યાન અપાય છે. આ પ્રસંગે પણ એ પૂરું થતાં પહેલાં તે બધા ઉભા થવા ને વાતે કરવા લાગ્યા. મેં તે આચાર્ય સાથે તેમના વ્યાખ્યાન સંબધે થડા તુટ્યા પુટ્યા ગુજરાતી શબ્દમાં વાત કરી ને પછી સંસ્કૃત ભાષામાં એમણે કહેલા શબ્દાર્થ અને ધાત્વર્થ વિષે થી ચર્ચા કરી. એ બધું એમણે સ્નેહથી સાંભળ્યું ને ઉઠતાં ઉઠતાં “વહેલા આવજે” કહી વિદાય થયા. - “જૈનના ભકિત સંમેલનમાં અને યુરોપિયન લેકના ભકિત સંમેલનમાં બહુ સમાનતા છે, પણ એક વાતમાં સ્પષ્ટ ભેદ છે. ભારતવાસીઓ પોતાના સ્વધર્મ કે અન્યધર્મ પ્રત્યે જે બધુભાવ રાખે છે તે બધુભાવ આવાં સમેલનમાં પણ નજરે પડે છે, યુરેપિયુનના મનમાં દેવપૂજાને સમયે અત્યન્ત દેવભાવ હોય છે, પરંતુ પરિણામે ભારતવાસી દેવની સમીપ આવી શકે છે, યુરોપિયન દેવથી દૂર રહે છે. એ પ્રકારની વિશેષતા શેઠ મગનભાઈવાળા સમેલનમાં પણ મને એ રીત પ્રત્યક્ષ થઈ કે આચાર્ય ભૂલ કરે તે તે પણ સુધરાવવાની મને પરવાનગી આપી. દેવપૂજા સમયે ધાર્મિક વિષયોમાં હાથ નાખવાની પરધર્મીઓને પરવાનગી આપવી, એ વિચારને પણ યુરોપિયન તે તિરસ્કાર કરે અને વળી નાનપણમાં જેને તેનાં માબાપ પાસેથી ખરીદી લીધેલું, ત્યારપછી ભણવેલ, પ્રથમ સાધુ અને પછી આચાર્ય બનાવે, એવા પ્રત્યે પણ ભરતખંડના જે ધનિક વ્યાપારીઓની નસમાં ઉચ્ચ કુળનું ને કઈ કઈ વાર તે રાજકુળનું પણ લેહી વહે છે. તેઓ જે ભક્તિભાવ રાખે છે તેટલે ભકિતભાવ નહિ રાખનાર પરધમને એવી પરવાનગી મળે તે કેટલું ભવ્ય !”