________________
( ૧ ) ત્યારપછી આચાર્ય મંચ ઉપર પલાંઠી વાળીને બેઠા અને મારા માનની ખાતર તીર્થકર વર્ધમાનના ચરિતમાંથી અમુક પ્રસંગે વિષે વ્યાખ્યાન કરવાનું કહેવા લાગ્યા, પણ મેં એમને પ્રાર્થના કરી કે ગઈકાલે વ્યાખ્યાન જ્યાંથી અધુરૂં રહ્યું છે ત્યાંથી જ આજ શરૂ કરે. એમણે તુરસ્ત જ એ વાત સ્વીકારી અને સૂત્રકૃતાગના પ્રથમ ભાગના બીજા અધ્યાયથી વ્યાખ્યાન કરવા માંડયું. શુ (ઠવણ) નામે પાલીશ કરેલું લાકડાનું એક નાનું આસન પિતાની સામે એમણે રાખ્યું હતું. તેના ઉપર એક હસ્તલિખિત ગ્રન્થ હતું તેમાંથી એ વાંચતા હતા. જે પાનામાંથી એ વાંચતા હતા, તે એમણે પોતાના હાથમાં ઝાલ્યું હતું. પ્રથમ તે એમણે ગ્રન્થમાંની થેક ગાથા–લેક ગાયા, એ કલેક પ્રાચીન લોકભાષામાં-પ્રાકૃત ભાષામાં હતા અને વૈતાલિક છંદમાં હતા. એ શ્લેક એમણે ઉચિત સંગીતમાં ગાયા. ત્યારપછી એને ટા બોલ્યા એટલે કે ગુજરાતી ભાષાન્તર કર્યું. પછી અન્ત શબ્દાર્થ અને ધાત્વર્થ કહ્યા, ધાર્મિક ભાવ કહ્યો. એના ઉપર ટીકા કરી, વિવરણ કર્યું અને ધર્મકથાઓમાંથી દષ્ટાન્તો આપ્યાં. સમજાવવાને માટે અતિ સૂક્ષ્મભેદે વિવેચન કરતા હતા. બહુ વિસ્તારથી વિવેચન કર્યા છતાં યે એકાદ કલાકમાં એમણે એ ગ્રન્થમાંના દશ લેક પૂરા કર્યા.
એમણે જે વ્યાખ્યાન કર્યું તેની અસર બહુ સુન્દર હતી. એ આચાર્ય સુન્દર બાંધાના હતા, ત્રીશેક વર્ષની ઉમ્મરના હતા, સુખકાન્તિ બુદ્ધિશાળી અને નેહભરી હતી, વાળ ટુંકા કાતરેલા અને વસ્ત્ર શ્વેત હતાં, એક વસ્ત્ર જમણા હાથ ઉપર છુટું પડયું હતું. તેમને શબ્દભાવ, મુખભાવ અને અભિનય અનેક યુરોપિયન ઉપદેશકે પણ અનુસરવા જેવા હતા. આ બધા બાહાભાવ, જેને જેનસાધુઓ બહુ મહત્વના માને છે તે, સુપરિમિતિ, ભવ્ય અને સુન્દર હતા.
શેઠના સંકેતથી જ્યારે એમણે સમાપ્તિ કરી, ત્યારે એમની સાથેના સાધુએ તુરત જ હોં ઉપર મુખપટ્ટી બાંધી, શ્વાસવર્ડ કઈ જીવની હિંસા થાય નહિ એટલા માટે જૈન સાધુઓએ