________________
(૯) આપેલું છે, કારણ કે મૂર્તિપૂજક સમ્પ્રદાય તીર્થકરની પ્રતિમાની પૂજા કરે છે તેને બદલે પેલા સમ્પ્રદામાં ગુરૂવંદન તરફ દષ્ટિ રાખેલી છે. છતાંયે ઢંઢિયા વિષે વસતિપત્રકમાં અને ગેઝેટિયરેમાં લખાય છે કે “તેઓ પિતાના ગુરૂને પૂજે છે” ત્યારે તેમને સાચી જ રીતે માઠું લાગે છે, કારણકે ઘણા હિન્દુ સમ્મુદાયમાં (જેમકે વલ્લભાચાર્યનામાં) શિષ્ય પોતાના ગુરૂઓને દેવરૂપ માનીને જેવી ભેટ ધરાવે છે તેવી એ જેને ધરાવતા નથી.
સાધુએ શ્રાવકનું આધ્યાત્મિક જે હિત સાધે છે તે વ્યક્તિગત અને સંઘગત હોય છે. પ્રત્યેક વ્યક્તિનું, તેનું પિતાનું અને સમસ્ત સંઘનું સામાન્ય ભાવે હિત કરે છે. વ્યકિતગત હિત વિષે તે અનેકવાર કહ્યું છે તેથી અહીં તે સંઘગત વિષે કંઈક કહીશું અને ગુરૂ સંધમાં કેવી રીતે કથા ( વ્યાખ્યાન) કરે છે તે વિષે આપણે અહીં જોઈશું.
અમદાવાદમાં શેઠ મગનભાઈ હઠીસિંગના કુટુમ્બે વેતામ્બર સમ્પ્રદાયના તપાગચ્છને ઉપાશ્રય બંધાવેલું છે, તેમાં ૧૮૭૪માં થયેલા વ્યાખ્યાનનું બહુ સુઘટ વર્ણન ગેઓર્ગ બુઈલરે કરેલું છે.૨૯ તેમને ઉપયોગી ભાગ અહીં તેનાજ શબ્દમાં આપું છું.
“અમે અંદર ગયા ત્યારે જગ્યા તે લગભગ અધ ભરાઈ ગઈ હતી, કેટલાક પુરૂષે ઉભા હતા, કેટલાક ઉપદેશકના આસનની છેક સમીપ સુધી બેઠા હતા. સ્ત્રીઓ પાછલા ભાગમાં સંકેચાઈને બેઠી હતી. લાકડાના કઠેરા પાછળ બે સાધુઓ ઉભેલા હતા. તેમાંના એક આચાર્ય હતા, તેમને તે હું પૂર્વેથી જ ઓળખતું હતું અને બીજા નવદીક્ષિત સાધુ હતા. બંનેને વિનયથી નમન કર્યું. વંદુ કહીને મેં એમને શ્રાવકગ્ય નમસ્કાર કર્યા, એમણે ઇનામ ( ધર્મને લાભ થાઓ ) કહી ઉચિત ઉત્તર આપે. બીજા જે ત્યાં હતા, તેમણે મારા ઉપર બહુ ધ્યાન આપ્યું નહિ. મારા સાથીએ ઉંચા આસન–મંચ (Platform ) ઉપરની ગાદી સમીપ જ લઈ જઈને મને બેસાડ્યો અને મને મેટેથી કહ્યું કે “આચાર્ય કંઈ ભૂલ કરે તે તમે તે સુધરાવજે.”