________________
(૪૮૨ ) ૩ હી ધ્યાનમાં સામે તીર્થકરને ક૫વાના છે. જાણે એ સર્વ પ્રકારની સિદ્ધિઓથી શોભી રહ્યા છે, આસન ઉપર બિરાજ્યા છે, યક્ષે ચામર કરે છે અને દેવેને ને મનુષ્યોને એ ઉપદેશ આપી રહ્યા છે એવી રીતે એમને કલ્પીને ધ્યાન ધરવાનું છે.
૪ સતત ધ્યાનમાં આત્માનું સત્ય સ્વરૂપ પ્રકટ થાય છે, રૂપાતીતને સર્વ રીતે યક્ષના જે શુદ્ધ ભાવ પ્રતીત થાય છે.
જ કાર્યોત્સર્ગ અને પ્રાણાયામ. ધ્યાન ધરતી વેળાએ જેને પિતાના શરીરને અમુક સ્થિતિમાં રાખવાનું હોય છે. આમ કરવાને હેતુ સ્પષ્ટ છે, શરીરને અમુક સ્વસ્થ સ્થિતિમાં રાખવાથી ધ્યાનીના કેઈ વિચાર શરીર પ્રત્યે આકર્ષાય નહિ અને તેથી કરીને જીવ કેવળ આધ્યાત્મિક વિચારમાં પ્રેરાય. ધ્યાન સમયે શરીરને અમુક પ્રકારે રાખવાની સ્થિતિને કાયેત્સર્ગ (કાય–શરીર, ઉત્સર્ગ–ત્યાગ) કહે છે, કારણકે એમાં સૈતિક શરીરમાંથી આધ્યાત્મિક શરીર ખેંચી લેવાનું હોય છે. સાધારણ રીતે એમાં ધ્યાની પલાંઠી વાળીને બેસે છે અને છુટા લટકતા હાથ મેળામાં મૂકે છે. તે સમયે ધ્યાની મંત્ર ભણે છે ને એ મંત્રને અર્થ એવો છે કે “જીવ શુદ્ધ થાય એટલા માટે શરીરની સમસ્ત ક્રિયાઓ બંધ થાઓ.” કાત્સર્ગમાં ધ્યાની બેઠે હોય ત્યારે એણે સમસ્ત ઈચ્છાધીન શરીરવ્યાપાર બંધ કરવાને છે; જે વ્યાપાર ઈચ્છાધીન નથી ને શરીરને આવશ્યક (જેમકે શ્વાસોશ્વાસ) છે અથવા જેના ઉપર ધ્યાનીને અધિકાર નથી. (જેમકે નિમેષ, ખાંસી આદિ) તેનાથી કાર્યોત્સર્ગને ભંગ થતું ગણાતું નથી.
બેસવાનું જે સાધારણ આસન તે ઉપરાંત બીજા આસનેમાં પણ જીવને ધ્યાનમગ્ન કરી શકાય. ધ્યાની ઉભું રહીને પણ ધ્યાન ધરી શકે, તે પ્રસંગે હાથ બરાબર આકાશ તરફ સીધા રાખવાના, ઘુંટી એકમેક સાથે ભીડવાની, પગની ચાર આંગળીઓ એકમેકથી છુટી રાખવાની અને અંગુઠા સીધા રાખવાના છે. આ બે મુખ્ય આસને ઉપરાંત બીજા અનેક આસને છે, પણ તે એ બેના