________________
(૪૩) પ્રકાર માત્ર છે." હાથ કયે પ્રકારે રાખવાના તે વાત બહુ મહત્વની છે; પૂજામાં મુદ્રા બહુ અગત્યની ગણાય છે અને કયે પ્રસંગે કઈ મુદ્રાને ઉપયોગ કરવાનું છે તેનું વિવરણ અને વિવિધ પ્રકારની અનેક મુદ્રાઓ વિષે કર્મકાંડ વિષેના ગ્રન્થોમાં લખ્યું છે. - સામાયિકના આભમાં હાથના જે વ્યાપાર કરવાના છે તેને આવર્તન કહે છે, ડાબે કાનેથી જમણા સુધી માં સામે હાથ અર્ધવર્તુળમાં ફેરવવાના છે અને એને અર્થ તીર્થકરેને અથવા ગુરૂઓને નમસ્કાર છે.
તેવીજ રીતે પૂજા સમયે બીજા પણ અનેક શરીરવ્યાપાર કરવાના છે. નમસ્કાર, પ્રણામ અને એવા સર્વ વ્યાપાર અમુક નિયમ પ્રમાણે બરાબર કરવાના છે.
શરીરની એ સમસ્ત ક્રિયાઓમાં અન્ને પ્રાણાયામ પણ આવે છે. હિન્દુ યેગીઓના જેવી જ આ ક્રિયાઓ જેનોએ પણ છે કાઢી છે. હેમચંદ્રને મતે પ્રાણ–વાયુ પાંચ પ્રકારના છે અને તે શરીરનાં વિવિધ અંગે માં સ્થિત થયેલા છે. “તાલપ્રદેશમાં, હૃદયમાં, નાભિમાં અને અંગુઠાના છેડામાં પ્રાણ છે; ગરદનમાં, પીઠમાં, પૂઠમાં અને પાનીમાં અપાન છે; હૃદયના અને નાભિના સંહનનમાં સમાન છે; મસ્તક અને હૃદયની વચ્ચે ઉદાન છે; સમસ્ત ચામડીમાં વ્યાન છે.” પ્રાણને વ્યવસ્થિત કરવાથી શરીરનું નામંડળ શુદ્ધ થાય છે, અને શરીર ઉપર જીવને સંપૂર્ણ અધિકાર પ્રવર્તે છે.
પુરૂષને શરીરની આ જે સા ક્રિયાઓ કરવાનું વિધાન છે, એમાંની કેટલીક ક્રિયાઓ, ખાસ કરીને અમુક આસન કરવાને સ્ત્રીઓને, ખાસ કરીને સાધ્વીઓને નિષેધ છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે, કારણ કે તેથી કેટલાક ઈન્દ્રિયવ્યાપાર ઉત્તેજિત થાય છે.
પ્રતિકમણ અને પ્રાયશ્ચિત્ત. - જાણ્યું કે અજાણ્યે પણ જે પાપ થયાં હોય તેને પશ્ચાત્તાપ કર એ જૈનોની ક્રિયાવિધિમાં બહુ મહત્ત્વનું છે. એમ