________________
(૭૬) જૈન ગ્રન્થ કહે છે કે તીર્થકરોની મહત્ત્વની અને શ્રેષ્ઠ પૂજા તે એ છે કે જિનેએ આપેલા વિધિને બરાબર આચરવા; જેઓ એ પ્રમાણે આચરે તેમનાં જ કર્મ સારાં થવાની કે ક્ષીણ થવાની આશા રહે. આપણે આગળ જોઈ શકીશું કે નૈતિક ભાવનાની અને અમુક ધાર્મિક વિધિઓના પરિપાલનની આવશ્યકતા, એ બે વિચારેને ધ્વનિ જૈનપૂજામાં પ્રબળ છે અને તેમાં અમુક ક્રિયાઓને મહત્ત્વ મળ્યું છે, એટલું જ નહિ પણ પ્રાયશ્ચિત્ત, વ્રત, તપ વગેરે પણ ધર્મના પ્રદેશમાં મૂકાયાં છે.
ભક્તિનાં સ્વરૂપ. વં પ્રાર્થના.
તેંત્ર-મંત્ર, ખ્રિસ્તિ અને બીજા ધર્મોમાં પ્રાર્થના કરવામાં આવે છે અને ભક્તિભાવનું મેટે ભાગે એ જ સ્વરૂપ છે. એમાં ભકત ઉપાસ્યદેવની સાથે માનસિક વાણીએ વાત કરે છે, એની સ્તુતિ કરે છે, પિતાને પ્રેમ અને ભક્તિ પ્રકટ કરે છે, પિતાનાં દુઃખ વિદિત કરે છે, તેમાંથી રક્ષણ અને મુક્તિ પામવાની આશા દર્શાવે છે અથવા વિવિધ પ્રકારની આશાઓ પૂરવાની કૃપા ઈચ્છે છે. સાચા જૈનની આ પ્રકારની પ્રાર્થના હેઈ શકે નહિ; તીર્થંકર જગન્નિયામક ઇશ્વર છે એમ જૈન માનતા નથી, તેથી પોતાના જીવનમાં અને સંસારમાં લાભ થાય એવી પ્રાર્થના એ તીર્થકરને કરે નહિ. સાચી વાત તે એ છે કે જેનધર્મમાં પ્રાર્થનાને સ્થાન જ નથી. જેના ભક્ત તે વિશુદ્ધ પ્રકાશે પ્રકાશતા અહંની ગાનથી અને મંત્રથી સ્તુતિ કરશે, વ્યાખ્યાન કરશે ને તેથી જ સન્તોષ લેશે. લૌકિક જૈનધર્મમાં આજે એ પ્રમાણે નથી રહ્યું એ તે આપણે કહી જ ગયા છીએ.
ભક્ત ગાનથી અને મંત્રથી તીર્થકરાદિની સ્તુતિ કરે છે. ભક્તજન એમની જે સ્તુતિ કરે છે, તેનું પ્રાકૃત ભાષામાં અતિ