________________
(૩૫) કહીને અનેક જેનો એને વિરોધ કરે છે, ત્યારે અહીં તે મુખ્યત્વે તીર્થકરેની પૂજા વિષે વર્ણન કરીને જ સન્તોષ ધરીશું.
સર્વે જીવની પેઠે તીર્થકરને પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર દષ્ટિએ (પૃ. ૧૫ર) જોઈ શકાય. જે નામે ઓળખાય છે તે રામતીર્થકર, જે રૂપે ઓળખાય છે તે સ્થાપના તીર્થકર, બીજી પરિસ્થિતિને બાદ કરતાં જે શુદ્ધ સ્વરૂપે થવાના છે તે દ્રવ્યતીર્થકર, પિતાના કાળની પરિસ્થિતિમાં શુદ્ધરૂપે જે વર્તે છે તે ભાવતીર્થકર. એ ચાર દષ્ટિબિન્દુને અનુરૂપ તીર્થંકરની પૂજાના પણ ચાર પ્રકાર છે. તીર્થંકરના નામને જાપ કરવાથી કે તેનું શ્રવણ કરવાથી એમનું સ્વરૂપ ભક્તની અન્તર્દષ્ટિ સમીપ પ્રકટ થાય છે અને તેથી તેના હૃદયમાં શ્રદ્ધા–પવિત્રતા ઈત્યાદિ ભાવ પ્રકટે છે. પ્રતિમાપૂજનથી તીર્થકર ઈન્દ્રિયગોચર થાય છે અને તેથી પવિત્રતાની ભાવના ભૌતિક હૃદયની સમીપ આવે છે. દ્રવ્યની દષ્ટિએ પૂજા કરવાથી, જીવ આજે ગમે તે સ્થિતિમાં હોય તે પણ તે જે તીર્થકર થવાને સરજાયેલા હોય છે અને તીર્થકર થાય છે. રાજપુત્ર રાજા થવાના વિચાર કરતે રહે છે તે છેવટે રાજા થાય છે એના જેવી આ વાત છે. તીર્થકર જ્યારે પૃથ્વી ઉપર કેવળીપણે હતા, ત્યારે તેમના સમયનાં માણસ તેમની જે પ્રકારે પૂજા કરતા તેની પૂજા તે ભાવપૂજા.
પણ વાસ્તવિક રીતે તે જેનો આજે અનેક પ્રકારે પૂજા કરે છે. પૂજાને સર્વસામાન્ય પ્રકાર તે ભાવપૂજા છે, એટલે કે તીર્થકરનું ધ્યાન ધરવું અને એમની સ્તુતિ કરવી. આ જ પ્રકારની પૂજા સાધુઓ કરે છે અને અનેક સમ્પ્રદાયે એને જ સાચી પૂજા માને છે; પણ મૂર્તિપૂજક વેતામ્બરે અને દિગમ્બરે જે વિધિએ પૂજા કરે છે એના બે પ્રકાર છે –અંગપૂજામાં જલપૂજા, ચન્દનપૂજા, પુખપૂજા અને અગ્રપૂજામાં ફલપૂજા, અક્ષતપૂજા, નેવેદ્યપૂજા, દીપપૂજા, ધૂપપૂજા. પૂજાના આ ઉપરાંત બીજા પણ પ્રકાર છે, પણ તેનું વર્ણન પછીથી કરીશું.