________________
(૩૭૪) જૈનપૂજામાં જે હિન્દુદે સ્થાન પામ્યા છે તેમાં મુખ્ય આ છે–ગણેશ, સ્કન્દ, સરસ્વતી, માતૃઓ (દેવીઓ) તેમજ ભૈરવ અને હનુમાન. આ દેવોએ વર્તમાન જૈનપૂજામાં એવું મહત્વનું સ્થાન લીધું છે કે તીર્થકરેને પણ પાછા રાખી દીધા છે. “Jaina Hostel Magazine ” [V (૧૯૨૩) નં. ૨, પૃ. ૬૦ ઉપર દિલ્લીના ચમ્પતરાય જૈન (આજે તે એ જૈન ધર્મના આગ્રહી હૈદ્ધા છે) વિષે લખ્યું છે કે—“જે કે ચમ્પતરાય જન્મ જૈન છે, છતાં બીજા અનેકની પેઠે, જૈનધર્મમાં ૨૪ દેવ છે એ ઉપરાંત જૈનધર્મ વિષે બીજું કશું ય જાણતા નહોતા. એમને કુળધર્મ તે જૈનધર્મ જ હતો; પણ એમના કુટુમ્બના વીલ તે મુખ્યત્વે કરીને હનુમાનની જ પૂજા કરતા અને એ દેવને મંદિરે નિત્ય જતા; બાકી જૈનમંદિરે તે વર્ષમાં ત્રણ જ વાર, ઘણું કરીને વારતહેવારે જ જતા.” એવી જ હકીકતે વસતિપત્રકમાં અને સ્ટીકટ–ગૅઝેટિયરેમાં જુદા જુદા પ્રાન્તની પરિસ્થિતિ વિષે આપેલી છે. એકંદરે જૈનધર્મમાં હિન્દુધર્મને પૂજાભાવ પુષ્કળ દાખલ થઈ ગયું છે, પણ તેની સામે હાલ શ્રદ્ધાળુ જૈનો આગ્રહથી વિરેધ કરે છે.
વિવિધ પ્રકારના દેવેની પૂજાનું મૂળ આ હિન્દુભાવમાં હોય કે નહિ, પણ તીર્થકરની પૂજા કરતાં આ સ્પષ્ટ રીતે જુદા પ્રકારની છે, કારણ કે આ પૂજા વિવિધ પ્રકારની સાંસારિક ઈચ્છાની પ્રાપ્તિને માટે કરવામાં આવે છે અને તેથી કરીને પૂજાની જૈનભાવનાને અનુરૂપ નથી. જૈનધર્મની શુદ્ધ દષ્ટિએ એવી પૂજાનું મહત્ત્વ કશું નથી, ખાસ કરીને તે એટલા માટે કે આ દેવો ભૂતકાળમાં નિર્વાણ પામેલા જીવ નથી, પણ જેમણે મહાન છતાં યે પરિમિત પદવી, દીર્ઘ છતાંયે પરિમિત કાળ સુધી ભેગવી હોય એવા એ જીવ છે. એ દેવની પૂજા હિન્દુઓ જે રીતે અને વિધિએ કરે છે તેમાં ને જૈન રીતમાં તથા વિધિમાં બહુ ફેર નથી, તેથી કરીને એ રીતનું ને વિધિનું વર્ણન આ ગ્રન્થમાં આપવું નિરર્થક છે, ખાસ કરીને તે એટલા માટે કે એ વિધિપુરસર નથી એમ