________________
(૩૭૩), આજના જેને તે હિન્દુધર્મના અનેક દેવેની પૂજા કરે છે. ક્રિયાકાષ્ઠનાં કેટલાંક પુસ્તક ઉપરથી તારવી કાઢીને એવા કેટલાક મહત્ત્વના દેવનાં નામ નીચે આપું છું –
વર્ધમાનસૂરિના જાનિ નામે ગ્રન્થમાં (પૃ. ૩૪. ઉપર) નીચેના દિક્પાલ અથવા દિગધીશનાં નામ ગણુવ્યાં છે. ઈન્દ્ર, અગ્નિ, યમ, નિતિ , વરૂણ, વાયુ, કુબેર, ઈશાન, નાગ, બ્રહ્મ. સુખલાલજીના વંર પ્રતિમામાં (પૃ. ૨૯૨ ઉપર) આપેલા એક મંત્રમાં ૮ લોકપાલનાં નામ આપેલાં છે. સેમ, યમ, વરૂણ, કુબેર, ઈન્દ્ર, આદિત્ય, સ્કન્દ, વિનાયક (ગણેશ). પ્રારા નિરમાં (પૃ. ૨૪૩ ઉપર) વિવિધ નક્ષત્રના વિવિધ અધિષ્ઠાતા દેવનાં નામ આપેલાં છે; ઉપર ગણાવ્યાં તે ઉપરાંત પણ બીજાં કેટલાંક
આ નામ મળી આવે છે–પૃહસ્પતિ, પિતૃઓ, નિ, અર્યમા, વિશ્વકર્મા, મિત્ર, જલ, વિશ્વદે, વિષ્ણુ, વસુઓ, અજપાટ,
અહિંબુન્ય, પુષા. ત્યારપછી વળી ૯ ગ્રહનાં નામ પણ મળી આવે છે–સૂર્ય, ચન્દ્ર, મંગલ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. ત્યારપછી રાશિ અને નક્ષત્રના દેવ અને અન્ને ક્ષેત્રપાલ, દેશદેવતા, નગરદેવતા, ગ્રામદેવતા આવે છે.
દેવીઓમાં સૌથી પ્રસિદ્ધ આ દ છે-શ્રી, હી, બુદ્ધિ, ધૃતિ, કીતિ અને લક્ષમી. આ દેવીએ “વેતામ્બરેની કથા પ્રમાણે જબૂદ્વીપના ૬ મહાપર્વત ઉપરના ૬ દ્રોની અંદર કમળ ઉપર રહે છે ત્યારપછી વિદ્યાની અધિષ્ઠાત્રી સરસ્વતી અને તે ઉપરાંત અનેક માતૃદેવીઓ છે. જ્ઞાતિ અને કુળની પણ જ્ઞાતિદેવીએ ને કુળદેવીઓ હોય છે. વિશા ઓસવાળની કુળદેવી એસિયાદેવી છે, ને તેની પ્રતિમા અમદાવાદમાં હઠીસિંગના દેવાલયમાં પ્રવેશદ્વારે જમણું બાજુએ ઉભી છે.
છેવટે નાગ ઈત્યાદિ પવિત્ર પ્રાણીઓ, તીર્થકોએ જેને પવિત્ર માન્યાં છે એવાં પવિત્ર વૃક્ષો, પવિત્ર સ્થાને અને પવિત્ર ચિન પૂજાપાત્ર મનાય છે; દેવાલય, મૂત્તિઓ અને ગ્રન્થો પણ પૂજાને પાત્ર મનાય છે.